આરોપીને પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ, તે અંતર્ગત ઝઘડિયા જીઆઇડીસી પોલીસે સતત ત્રણ ગુનામાં સંડોવાયેલ ઇસમ નરેશ રમણભાઇ વસાવા રહે.ગામ તલોદરા તા.ઝઘડિયાના વિરુધ્ધ પાસા દરખાસ્ત કરેલ હતી.
જીઆઇડીસી પીએસઆઇ શેલાણાના માર્ગદર્શન હેઠળ ટીમે ઉપરોક્ત ઇસમ નરેશ વસાવાની ગતરોજ તા.૧૩ મીના રોજ બપોરના બે વાગ્યે પાસા એક્ટ હેઠળ અટકાયત કરી હતી. પોલીસે સદર પાસા હેઠળ અટકાયત કરેલ ઇસમને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો. આ ઇસમ મારામારીના ગુનામાં સંડોવાયેલ હોવાનું પોલીસ દ્વારા જણાવાયું હતું.
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી