DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

ભરૂચ જિલ્લા ના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ. વાઘપુરા ગામે રાત્રી દરમિયાન બંધ ગોડાઉનમાં ચોરી કરી તસ્કરો પલાયન…

Share to

ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકામાં તસ્કરોનો ત્રાસ પોલીસ ને ખુલ્લો પડકાર સમાન ચોરી ની ઘટનાઓ

તસ્કરોએ રાત્રી દરમિયાન બંધ ગોડાઉનને નિશાન બનાવી 4,50,000 ની ચોરી કરી રફુચક્કર થઈ ગયા…

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરા ગામે રાજપીપળા થી અંકલેશ્વર રોડ ઉપર આવેલ જય બાલાજી નામનું ગોડાઉન મા તસ્કરોએ રાત્રી દરમિયાન ગોડાઉન ને નિશાન બનાવ્યું હતું…

ગોડાઉન નું સટર મા લગાવેલ તાળા નેચોરો દ્વારા તોડી ઓફિસમાં મુકેલ રોકડ રકમ તેમજ ચાંદીનો સિક્કો મળી કુલ રૂપિયા ચાર લાખ પચાસ હજાર રોકડ રકમની ચોરી કરી ચોર પલાયન થઈ ગયા હતા ચોરી અંગે મિતેશભાઈ કનુભાઈ અગ્રવાલ રહે ઉમલ્લા.દુ વાઘપુરા નાઓએ ઉમલ્લા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે…પોલીસ દ્વારા અજાણ્યા ઈશમો વિરુદ્ધ ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

call -999-802-1858 baby photo shoot at jhadeswar-tawra road, near jhulelal hospital,bharuch

અત્રે ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકામાં અનેક ચોરી ની ઘટનાઓ બની છે અને હજુ પણ આ સિલસિલો યથાવત રહ્યો હોઈ તેમ લાગી રહ્યું છે.. જો વાત કરવામાં આવે તો ઉમલ્લા પોલીસ ની હદ વિસ્તારમાં આવેલ અછાલીયા ગામે થયેલ ચોરીનો ભેદ જે કહી શકાય કે સૌવથી મોટી ચોરી ની વારદાત આપી ચોર રફુચક્કર થઈ ગયા હતા પરંતું ઘણો સમય વીતવા છતાં હજુ સુધી તે ચોરી ના ભેદ ને પણ પોલીસ ઉકેલી શકી નથી… અછાલિયા ગામે 25 લાખ જેટલા મુદામાલ સહિત રોકળ ની ચોરી ની ઘટના બનતા હદય હુમલા ના કારણે ઘરના મોભી નું અવસાન પણ થયું હતું. તેમજ રાજશ્રી પોલીફીલ કંપનીના મંદિરમાં પણ ચોરીનો બનાવ બન્યો હતો જેનો ભેદ હજુ સુધી ઉમલ્લા પોલીસ ઉકેલી શકી નથી ત્યાજ બીજો એક ચોરીનો બનાવ બનવાથી પોલીસ ઉપર ચારેકોર ટીકા થઈ રહી છે અને ચોરો દ્વારા પોલીસ ને ખુલ્લો પડકાર કહી શકાય તેમ ઉમલ્લા પોલીસ આ ચોરીનો ભેદ હવે કેટલા સમયમા ઉકેલે છે તે જોવું રહ્યું …

મિતેશભાઈ કનુભાઈ અગ્રવાલ -ગોડાઉન માલિક


Share to

You may have missed