ઈકરામ મલેક:રાજપીપળા
રાજનીતિ મા કોણ ક્યારે વિરોધ કરે અને કોણ ક્યારે સરાહના કરે એ કહેવું મુશકેલ છે…
ગુજરાત ની ભુપેન્દ્ર પટેલ સરકાર સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો કરી રહી છે ત્યારે જાહેરાત કરવામાં આવી હતી કે તારીખ 13 અને 14 જૂનના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ન નર્મદા જિલ્લાના છેવાડાના ગામ જાવલી ખાતે આવી શાળા પ્રવેશોત્સવ નું કાર્યક્રમ કરશે…..
ત્યારે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક પત્ર લખ્યો હતો અને પોતાના મતવિસ્તાર એવા ડેડીયાપાડા અને સાગબારામાં 27 જેટલી શાળાઓ માત્ર એક જ શિક્ષક થી ચાલે છે અને 54 જેટલી શાળાઓના મકાન જર્જરિત હાલતમાં છે આ પ્રકારની પૂર્ણ રજૂઆતો કરી ચૈત્ર વસાવા એ બિલકુલ ભુપેન્દ્ર પટેલના આગમન પહેલા સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ ગુજરાત ના માથે વાવઝોડા નું સંકટ આવી જતા ભુપેન્દ્ર પટેલ ના નર્મદા જિલ્લા ના કાર્યક્રમ રદ કરાયો હતો.. એવું લાગી રહ્યું છે..
પરંતુ 13 જૂન ના રોજ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ગામે આંગણવાડી બાલવાટિકા અને પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ના કાર્યક્રમ મા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા હાજર રહ્યા હતા અને બાળકો ને શાળા અને બાળ વાટિકા પ્રવેશ કરાવ્યો હતો, જે સારી વાત છે…
પરંતુ નર્મદા જિલ્લા ના માહિતી વિભાગ તરફ થી મળતી જાણકારી મુજબ ચૈતર ભાઈ વસાવા એ સદર કાર્યક્રમ મા રાજ્ય સરકાર દ્વારા કહેવાયું હતું કે “રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ મા લેવાયેલા પગલાંઓ ની તેમને પ્રસંશા કરી હતી, અને સરકારી શાળાઓ મા શિક્ષણ ની ગુણવત્તા સારી હોય છે પોતે પોતાના બાળકો ને ખાનગી શાળા મા ભણાવી શકે તેમ હોવા છતાં તેઓ ગામની જ સરકારી શાળા મા ભણાવે છે….
આમ થોડા દિવસો પહેલા પોતાના મત વિસ્તાર મા 27 શાળાઓ એકજ શિક્ષક ના ભરોસે ચાલે છે અને 54 જેટલી શાળાઓ ના મકાન જર્જરિત છે, અને અગાઉ 141 જેટલી આંગણવાડીઓ જર્જરિત હોવાનો ઘટસ્ફોટ પણ તેમને પોતેજ કર્યો હતો અને હવે તેઓ રાજ્ય સરકાર ના વખાણ કરી રહ્યા છે… આમ ચૈતરભાઈ વસાવા ના વિરોધાભાસી નિવેદનો જણાઈ આવ્યા છે…
એટલેજ કહેવાય છે, કે રાજકારણ મા કોણ ક્યારે શૂર બદલી નાખે તે કહી શકાય નહીં…
More Stories
પરિણીત દીકરીને મળી શકે પિતાની મિલકતમાં ભાગ? જાણો શું કહે છે કાયદો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો