સીબીઆઈ દ્વારા ગુજરાત સહિત ૭૭ સ્થળે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે દરોડા : ૧૦ની ધરપકડ

Share to

(ડી.એન.એસ) , નવી દિલ્હી , તા.૧૮

દેશભરમાં આશરે ૧૪ જેટલા રાજ્યોમાં સીબીઆઇએ સપાટો બોલાવ્યો હતો. સીબીઆઇને મળેલી જાણકારી અનુસાર સોશિયલ મીડિયા પર આ પ્રકારના અપરાધો માટે અનેક ગુ્રપ એક્ટિવ છે. જે બાળ યૌન શોષણ સામગ્રી પ્રસારિત કરે છે. કેટલાક વ્યક્તિ સીએસઇએમ સામગ્રીના વેપારમાં સામેલ હતા. સીબીઆઇના પ્રવક્તા આરસી જાેશીએ જણાવ્યું હતું કે આંધ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, ઓડિશા, તામિલનાડુ, રાજસૃથાન, મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને હિમાચલ પ્રદેશમાં આ તપાસ અભિયાન ચલાવવામા આવ્યું હતંુ. હાલ પણ અનેક સૃથળોએ આ તપાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.સીબીઆઇ દ્વારા ગુજરાત સહિત દેશભરમાં ૭૭ સૃથળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાળ યૌન શોષણ સામગ્રી જાેવા અને પ્રસારિત કરવા તેમજ સ્ટોર કરવા બદલ પાડવામા આવ્યા હતા. જેમાંથી ઘણા ગુ્રપનો સંબંધ વિદેશ સાથે પણ જાેડાયેલો છે. વિવિધ દેશોમાં આ પ્રકારની વાંધાજનક સામગ્રી પ્રસારિત કરવા માટે ઓછામાં ઓછા ૧૦૦ દેશોના અનેક નાગરિકો સામેલ છે. એજન્સીએ ૧૪મી નવેમ્બરના રોજ ૮૩ આરોપીઓની સામે એફઆઇઆર દાખલ કરવાનું શરૂ કરી દીધુ હતું. જે દરમિયાન દરોડા પાડવાનું પણ શરૂ કરાયું હતું. હાલ આશરે ૧૦ જેટલા લોકોની સીબીઆઇ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દરોડા જે પણ સૃથળોએ પાડવામાં આવ્યા હતા તેમાં ગુજરાતના ભાવનગર અને જામનગરનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન મોટી સંખ્યામાં લેપટોપ કે અન્ય ગેજેટ્‌સ પણ જપ્ત કરવામાં આવ્યા હતા.


Share to

You may have missed