(ડી.એન.એસ), નવી દિલ્હી, તા.૧૮
માઓવાદ પ્રભાવિત, આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના(પીએમજીએસવાય) હેઠળ કુલ ૩૨,૧૫૨ કિમી સડકનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ કુલ૩૩,૮૨૨ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ કમિટીની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતાં. આ ૩૩,૮૨૨ કરોડ રૂપિયાના ખર્ચ પૈકી ૨૨,૯૭૮ કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રામીણ વિકાસ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ગ્રામીણ વિકાસ વિભાગની માગને પગલે પ્રધાન મંત્રી ગ્રામ સડક યોજના ૧ અને ૨ની મુદ્દ્ત સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવવામાં અવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે મળેલ કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ર્નિણયો લેવામાં આવ્યા હતાં. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે આ ર્નિણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના ૪૪ જિલ્લાઓના ૭૦૦૦થી વધુ ગામોમાં મોબાઇલ ટાવર કનેક્ટિવિટી આપવામાં આવશે. સરકારના કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ગામોને ફોર-જી મોબાઇલ સેવાઓ પ્રદાન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ ૬૪૬૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારે ર્નિણય લીધો છે પાંચ રાજ્યો આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશાના ૪૪ જિલ્લાઓના ૭૨૬૬ ગામોમાં મોબાઇલ ટાવરની સુવિધા આપવામાં આવશે. આ યોજના પર કુલ ૬૪૬૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
More Stories
ઝઘડિયા ના યુવા એડવોકેટનું દ્વારકાની યાત્રા દરમિયાન હૃદય રોગના હુમલાથી મરણ થયું યુવા એડવોકેટ સતીશ વ્યાસ દિવાળી વેકેશન દરમિયાન પરિવાર સાથે દ્વારિકા યાત્રા પર ગયા હતા.
જૂનાગઢના કેશોદના હીતભાઈ ઠકરાર ડાયાબીટીશના દર્દીનું ઇન્સ્યુલીન પેન સહિતનું રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતના સામાનનું બેગ ખોવાય જતા જૂનાગઢ પોલીસે માત્ર ૧૫ જ મિનિટમાં શોધીને અરજદારને પરત કર્યું
“મારી ઘરવાળી ના ત્રાસથી હુ કંટાળી ગયેલ છુ જેથી તેને પતાવી દેવાની છે” ગલ્લા પર બહેન ઉપર અજાણ્યા ઇસમે કરેલ ખૂનની કોશીશના ગુનાનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ બે આરોપી ને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.