October 10, 2024

*અબડાસા તાલુકાના આઈ. સી. ડી. એસ વિભાગ દ્વારા પોષણ માસની ઉજવણી.*

Share to

*લોકેશન. નલિયા*

*

સરકારશ્રીની ગાઈડ લાઇન અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી દશરથભાઈ પંડ્યા ના માર્ગદર્શન હેઠળ અબડાસા તાલુકા ના આઈ.સી. ડી. એસ વિભાગ દ્વારા સાતમા પોષણ માસ અંતર્ગત પોષણ શપથ દ્વારા બાળકો, મહિલાઓ અને કિશોરીઓને કુપોષણ મુક્ત, સ્વસ્થ, સશક્ત બનાવવાની પ્રતિજ્ઞા લેવામાં આવી અને સહી પોષણ દેશ રોશન, પૌષ્ટિક આહાર પાયાનો આધાર, સલામત પીવાનું પાણી સ્વછતા લો જાણી ના સૂત્રો, બૅનર દ્વારા પોષણ રેલી થકી જન -જાગૃતિ અભિયાન યોજાયું હતુ.*

*જેમાં અબડાસા ઘટક 1/2 ના ઈ /ચા. સી. ડી. પી. ઓ શ્રીદિવ્યાબેન જોષી અને શ્રી નિરુબેન મિસ્ત્રી તથા મુખ્યસેવિકા બહેનો ધર્મિબેન વાઘેલા, નિરાલીબેન બારૈયાં, નિકિતાબેન જાની , PSE ઇન્સ્ટ્રક્ટર પાર્થભાઈ ગોસ્વામી, શ્વેતાબેન ભર્યા તથા બ્લોક કોર્ડીનેટર જનકભાઈ ત્રિવેદી, પ્રશાંતભાઈ સીજુ અને બહોળી સંખ્યામા આંગણવાડી કાર્યકર બહેનો જોડાયા હતા.*

*આંગણવાડી કાર્યકર બહેનોને પૂર્ણા મોડ્યૂલ તાલીમ આપી પ્રમાણપત્ર નુ વિતરણ કરવામા આવ્યું હતું.આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ માસ ની વિવિધ થીમ મુજબ પ્રવૃત્તિ દ્વારા લોક જાગૃતિ થકી પોષણનો સંદેશ છેવાડા ના માનવી સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામા આવી રહ્યા છે.*

*સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ*


Share to

You may have missed