October 4, 2024

આંતરરાષ્ટ્રીય દબાણથી કુલભુષણનો અપીલનો માર્ગ મોકળો થયો

Share to

(ડી.એન.એસ), ઇસ્લામાબાદ, તા.૧૮

ભારતે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અપીલ કરી હતી જેમાં ભારતે પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ ફરિયાદ કરી હતી કે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ કુલભુષણ કોન્સ્યુલર એક્સેસ (ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે મુલાકાત) માટે લાયક હોવા છતાં પાકિસ્તાન સરકાર તેનો ઇન્કાર કરે છે. જાે કે હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી ભારતની તરફેણમાં ચુકાદો આપતા કુલભુષણને કોન્સ્યુલર એક્સેસ આપવા અને તેની સજાના ચુકાદાની સમીક્ષા કરવાની સુવિધા આપતી આકરી અને કડક તાકીદ કરી હતી.પાકિસ્તાનની જેલમાં ફાંસીની સજા પામેલા ભારતીય નાગરિક કુલભુષણ જાધવને મિલિટરી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી(રિવ્યુ પિટિશન) કરવાનો હક આપવા પાકિસ્તાનની સંસદે બુધવારે તેના એક સંયુક્ત સત્રમાં કાયદો બનાવ્યો હતો.  અલબત્ત પાકિસ્તાનને કુલભુષણ ઉપર દયા ાવી ગઇ હોય અને તેને આ હક આપતો કાયદો પસાર કરાયો હોય એવું સહેજપણ નથી પરંતુ વાસ્તવિકતા એ છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટે અગાઉ કુલભુષણના કેસમાં જ્યારે ભારતની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે જ તેમાં પાકિસ્તાનને તાકીદ કરી હતી કે તેણે કુલભુષણને કરવામાં આવેલી મોતની સજાના ચુકાદાની સમીક્ષા કરવા કોઇ વ્યવસ્થા ફરજિયાત કરવી પડશે, અર્થાત કુલભુષણને તેની સજાના ચુકાદાની સમીક્ષા કર્યા વિના પાકિસ્તાન તેને ફાંસી આપી શકે તેમ નથી, જેને ભારતની રાજદ્વારી નીતિના એક મોટા વિજય તરીકે જાેવામાં આવે છે. ભારતીય નૌકાદળના નિવૃત્ત અધિકારી ેવા કુલભુષણ જાધવને એપ્રિલ-૨૦૧૭માં પાકિસ્તાનની મિલિટરી કોર્ટે જાસુસી અને ત્રાસવાદના આરોપસર ગુનેગાર ઠરાવી મોતની સજા ફટકારી હતી.


Share to

You may have missed