November 21, 2024

ઝઘડિયા તાલુકાના દધેડા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો

Share to

ઝઘડીયા પીઆઇ પી.એચ.વસાવા અને પોલીસ ટીમ ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન અંગત બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે ઝઘડિયા જીઆઇડીસી પાસેના દધેડા ગામે અમીરૂદ્દીન મહમ્મદ મલેકની દુકાન ભાડે રાખીને તેમાં શ્યામલ સુશાંત બિસ્વાસ નામનો ઇસમ કોઈપણ ડોક્ટરી ડિગ્રી વિના ક્લિનિક ચલાવીને પ્રેક્ટિસ કરી રહ્યો છે.પોલીસે બાતમી મુજબના સ્થળે છાપો મારતા આ બોગસ ડોકટર ઝડપાઇ ગયો હતો.પોલીસે તપાસ કરતા તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેની કોઈ પણ ડિગ્રી ન હતી. જેથી તે નકલી ડોક્ટર હોવાનું જણાતાં ઝઘડિયા પોલીસે શ્યામલ સુશાંત બિસ્વાસ હાલ રહેવાસી અંકલેશ્વર અને મૂળ રહેવાસી પશ્ચિમ બંગાળનાની ધડપકડ કરી તેના વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચ જિલ્લા માંથી ૧૪ જેટલા નકલી ડોક્ટરો ઝડપાયા હતા. જેમાંથી મોટી સંખ્યાના ડોક્ટરો પશ્ચિમ બંગાળના હતા. ઝઘડીયા તાલુકાના ઈન્દોર ગામેથી પણ એક નકલી ડોક્ટર ઝડપાયો હતો.ત્યારે આવા બની બેઠેલા નકલી ડોક્ટરો લોકોની જિંદગી સાથે ચેડાં કરતા હોવાથી તેમની સામે તંત્ર કડક કાર્યવાહી કરે એવી લોક માંગ ઉઠવા પામી છે.


Share to

You may have missed