ઇન્જેક્શન,દવા અને મુદ્દામાલ કબ્જે કરી બંને ડોક્ટર જેલભેગા,
પીએસઆઇની કડકહાથની કાયઁવાહીથી અસામાજીક તત્વોમાં ફફડાટ,
તા.૦૪-૦૬-૨૦૨૧ નેત્રંગ,
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીને નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર થવા ગામના સ્ટેશન ફળીયામાં અને નેત્રંગ ચારરસ્તા ઉપર એક ડોક્ટર ગેરકાયદેસર દવાખાનું ચલાવે છે.જેમાં દદીઁઓને દવા અને ઇન્જેક્શન આપી સારવાર કરે છે.તેવી બાતમી મળતે પુરતા પોલીસ બંદોબસ્ત સાથે તપાસ હાથધરી હતી.બંને ઇસમો પાસે પાસે દવાખાનુ ચલાવવા માટે સરકાર માન્ય ડિગ્રી અને સર્ટીફીકેટ નહતું,અને ગેરકાયદેસર દદીઁઓની સારવાર કરતાં હતા,તેવું માલુમ પડતા પોલીસ કાયદેસરની કાયઁવાહી હાથ ધરતાં ઇન્જેક્શન,દવા અને રૂ.૧૦૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ડોક્ટર ગુનો નોંધી જેલભેગા કરી દેવાતા ચકચાર મચી જવા પામી હતી.હાલમાં વૈશ્વિક મહામારી કોરોના સંક્રમિત નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,તેવા સંજોગોમાં ગેરકાયદેસર ધમધમતા દવાખાના અને ડોક્ટર પકડાતા સમગ્ર વિસ્તારની પ્રજામાં હાહાકાર મચી જવા પામ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ પો.સ્ટેશનના પીએસઆઇ એન.જી પાંચાણીએ આદિવાસી વિસ્તારમાં ગુનાહિત પ્રવૃતિઓ આચરી રહેતા ડોક્ટર,બુટલેગર,પશુઓની કતલખાને હેરાફેરી કરતાં અસામાજીક તત્વો સામે કડકહાથે કાયઁવાહીથી ભારે ફફડાટ મચી જવા પામી છે.આ પોલીસતંત્ર વધુ કડક કાયઁવાહી કરે તેવી માંગ ઉઠી છે.
પકડાયેલ ડોક્ટર :-
(૧) ચિત્તરંજન દિનાનાથ મંડલ ઉ.૬૬ રહે.થવા સ્ટેશન ફળીયું, તા.નેત્રંગ,જી.ભરૂચ
(૨) પિયુષ વિનોદભાઈ સરકાર ઉ.૪૪ રહે.જવાહર બજાર નેત્રંગ તા.નેત્રંગ જી.ભરૂચ
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
Ek to sarkari davakhana ma staf ma kay dam nay ane upaer thi avu Digri nati pan kam saru j hatu bav ocha paysa thi loko ni sarvar karta hata ane nidan pan saru j hatu, have dictator ne pan bill banavanu mapdand hovu joye ane sarkar ni dekhrekh hethad….
મેડીકલ માફિયા ની મિલિ ભગત શિવાય આ પોસ્સિબલ નથી ,આટલા વરસ થી કેમ કોય ની ઉંઘ નય ઉડી.ને હમણા અચાનક આટલા બધા ,ડોક્ટર કેમ પકડાવા માંડ્યા?? અને ડોક્ટર પિયુસ સરકાર ડેન્ટીસ છે,બોગસ ડોક્ટર નથી.