રાજપારડી ગામે આજે પોલીસ ટીમ વાહન ચેકિંગમાં હતી ત્યારે નેત્રંગ રોડ તરફથી એક મીણીયા થેલામાં કોઇ વસ્તુ લઇને આવતા બે ઇસમ દેખાતા પોલીસે તેમને રોકીને જોતા મીણીયા થેલામાં એક ઇન્વેટર મળી આવ્યુ.આ ઇન્વેટર ચોરીનું હોવાની ખાતરી થતાં પોલીસે આ પકડાયેલા બે આરોપીઓ મોતીભાઇ શનાભાઇ વસાવા રહે.અવિધા અને દિનેશભાઇ લાલજીભાઇ વસાવા રહે.નવા માલજીપરા તા.ઝઘડીયાની પુછપરછ કરતા અન્ય મુદ્દામાલ નવા માલજીપરા ગામ પાસે સારસા ડુંગર વિસ્તારમાં સંતાડેલ હોવાનું જણાવ્યું હતુ.ત્યારબાદ પોલીસે ચોરીનો સંતાડેલ મુદ્દામાલ કબજે લીધો હતો.જેમાં ગેલ્વેનાઇઝ લોખંડના પતરા નંગ ૪૧,લોખંડની એંગલો નંગ ૨૦,દવા છાંટવાનો પંપ નંગ ૧,ઇન્વેટર નંગ ૧,રબરનો ૧૦૦ ફુટ લાંબો પાઇપ અને ૪ નંગ હેલોજન લાઇટ મળીને રુ.૩૬૨૦૦ નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.આ બે આરોપીની અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.