November 21, 2024

મહારાષ્ટ્રની ૧૬ વર્ષની છોકરીએ ૪૦૦ જણે દુષ્કર્મ કર્યાનો આરોપ લગાવ્યો છે

Share to

(ડી.એન.એસ)મુંબઈ,તા.૧૬
અંબાજાેગાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા અનેક વખત ગઈ પણ પોલીસે દોષીઓ પર કોઈ કાર્યવાહી ન કરી. એના બદલે એક પોલીસે પીડિતાનું જાતીય શોષણ કર્યું હતું. દરમિયાન પીડિતાએ આ અઠવાડિયે પોલીસમાં ફરિયાદ આપ્યા પછી બાળવિવાહ પ્રતિબંધક કાયદો, પોસ્કો અને ઈંડિયન પીનલ કોડની દુષ્કર્મ અને વિનયભંગની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમ જ બીડના પોલીસ અધિક્ષક રાજા રામાસામીએ આ પ્રકરણે ત્રણ જણની ધરપકડ કરી હતીમહારાષ્ટ્રના બીડ જિલ્લામાં દુષ્કર્મની ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા છ મહિનામાં ૧૬ વર્ષની છોકરી સાથે ૪૦૦ જણે દુષ્કર્મ કર્યાનો આરોપ છોકરીએ કર્યો છે. પીડિતાએ ફરિયાદ દાખલ કરવાનો પ્રયત્ન કરતા એની સાથે એક પોલીસે પણ જાતીય શોષણ કર્યું હતું. પીડિતા હાલ બે મહિનાની ગર્ભવતી છે. પીડિતાએ આપેલી ફરિયાદ અનુસાર એની માતાનું થોડા વર્ષ પહેલાં મૃત્યુ થયું હતું. એ પછી એના પિતાએ આઠ મહિના પહેલાં જ લગ્ન કરાવ્યા. જાેકે પતિ અને સાસરિયા તરફથી મારપીટ અને ખરાબ વ્યવહાર જ મળ્યો. તેથી પીડિતા ઘર છોડીને નાસી ગઈ હતી અને પિતા પાસે રહેવા આવી જાેકે પિતાએ એને ઘરમાં પ્રવેશ ન આપતા એ બીડ જિલ્લાના અંબાજાેગાઈ બસ સ્ટેશન પર ભીખ માગવા ગઈ. એ પછી એનું જાતીય શોષણ શરૂ થયું હતું. બાળકલ્યાણ સમિતિને આપેલા નિવેદનમાં પીડિતાએ જણાવ્યું કે મારી સાથે અનેક જણે દુષ્કર્મ કર્યું.


Share to

You may have missed