November 21, 2024

દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે સંપૂર્ણ લોકડાઉન લગાવવાની વિચારણા

Share to

(ડી.એન.એસ) , નવી દિલ્હી , તા.૧૬
દિલ્હી સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા આદેશ બાદ આ બેઠક બોલાવી હતી.આ પહેલા સુપ્રીમ કોર્ટે પણ એનસીઆરમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવાની સલાહ આપી હતી. પ્રદૂષણની ભયંકર સ્થિતિને જાેતા સુપ્રીમ કોર્ટે તો જરુર પડે તો લોકડાઉન લગાવવાનુ પણ સૂચન કર્યુ હતુ. જાેકે દિલ્હીમાં પ્રદુષણની સમસ્યા કેટલાય વર્ષોથી વકરી રહી છે.આમ છતા દેશની સત્તાનુ સૌથી મોટુ કેન્દ્ર હોવા છતા દિલ્હી અને કેન્દ્રની સરકારો આ સમસ્યાનો ઉકેલ હજી સુધી લાવી શકી નથી અને દર શિયાળામાં દિલ્હીવાસીઓ હેરાન થઈ રહ્યા છે.દિલ્હીમાં પ્રદુષણે મચાવેલા હાહાકાર અને સુપ્રીમ કોર્ટે પણ કાઢેલી ઝાટકણી બાદ હવે દિલ્હી સરકારે મંગળવારે યુપી, પંજાબ અને હરિયાણા સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિલ્હીને અડીને આવેલા દ્ગઝ્રઇમાં વર્ક ફ્રોમ હોમ લાગુ કરવા માટે પ્રસ્તાવ મુકાયો છે.સાથે સાથે આ વિસ્તારમાં બાંધકામ પર રોક લગાવવાની અને ઈન્ડસ્ટ્રીઝને બંધ કરવાની પણ વિચારણા કરવામાં આવી છે.


Share to

You may have missed