(ડી.એન.એસ), મુંબઈ, તા.૩
ન્યૂઝીલેન્ડ સામેની શ્રોણી બાદ પેસ બોલર બુમરાહે જણાવ્યું હતું કે ખેલાડીઓ સતત બાયો–બબલમાં રહ્યા હોવાના કારણે થાકી ગયા છે અને તેમને બ્રેકની તાતી જરૂર છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચની શ્રોણી તથા બે ટેસ્ટ મેચ રમાશે. ભારતના કેટલાક સિનિયર્સ આ બે ટેસ્ટ મેચમાં રમવાનું ટાળે તેવી પણ સ્થિતિ છે. ટી૨૦ મેચો ૧૭મી, ૧૯મી તથા ૨૧મી નવેમ્બરે અનુક્રમે જયપુર, રાંચી તથા કોલકાતા ખાતે રમાશે. ત્યારબાદ ૨૫મી નવેમ્બરથી કાનપુરમાં પ્રથમ ટેસ્ટ તથા ત્રીજી ડિસેમ્બરથી મુંબઇ ખાતે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ રમાશે.આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે અને પ્રારંભિક બંને મુકાબલા ગુમાવ્યા છે. પેસ બોલર જસપ્રીત બુમરાહ સહિત કેટલાક ખેલાડીઓએ થાકની ફરિયાદ કરી છે અને આ બાબતને ધ્યાનમાં રાખીનેબીસીસીઆઇએ ન્યૂઝીલેન્ડ સામે રમાનારી ટી૨૦ ઇન્ટરનેશનલ શ્રોણીમાં સિનિયર ખેલાડીઓને આરામ આપવાનો ર્નિણય કર્યો છે. વર્લ્ડ કપ બાદ રમાનારી આ શ્રોણીમાં લોકેશ રાહુલને ભારતીય ટીમનો સુકાની બનાવવામાં આવે તેવા સંકેત મળ્યા છે. બોર્ડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટીમની કેપ્ટનશિપ માટે લોકેશ રાહુલ પ્રથમ પસંદગીનો રહેશે. સિનિયર ખેલાડીઓને આરામની જરૂર છે અને કિવિ સામેની શ્રોણીમાં રાહુલ ટીમનો આધારભૂત ખેલાડી રહેશે તેમાં કોઇ શંકા નથી. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની શ્રોણી દરમિયાન પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવે તેવી પૂરી સંભાવના છે. જાેકે કોવિડ–૧૯ના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ બાબતે અંતિમ ર્નિણય લેવાશે. બોર્ડ સ્ટેડિયમમાં પ્રેક્ષકોને પ્રવેશ આપવા માટે તૈયાર છે પરંતુ હાઉસફૂલ સ્ટેડિયમ થશે નહીં. અમે સ્થાનિક હેલ્થ વિભાગ સાથે વાટાઘાટ કરીશું અને ત્યારબાદ યોજના તૈયાર કરીશું.
More Stories
નેત્રંગના ઘાણીખુંટ પાસે આવેલ કરજણ નદીના પુલ પરથી કન્ટેનરે નદીમાં ખાબક્યું
Surat માં 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
છોટાઉદેપુર જિલ્લામા કમોસમી વરસાદ… ધરતી પુત્રો ચિંતામા જિલ્લામાં ખાબકયો 56 MM વરસાદ..