September 20, 2024
virat kohli, cricketer, indian

ચોથા વિજય સાથે પાકિસ્તાન સેમિફાઇનલમાં

Share to

(ડી.એન.એસ), મુંબઈ, તા.૩

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર પાકિસ્તાનની ટીમે બે વિકેટે ૧૮૯ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં નામિબિયા પાંચ વિકેટે ૧૪૪ રન નોંધાવી શક્યું હતું. રનચેઝ કરનાર નામિબિયાની ટીમ માટે ક્રેગ વિલિયમ્સે ૩૭ બોલમાં ૪૦ રન ફટકાર્યા હતા. આ પહેલાં પાકિસ્તાનના ઓપનર રિઝવાને ૫૦ રનમાં ૭૯ તથા બાબર આઝમે ૪૯ બોલમાં ૭૦ રન બનાવ્યા હતા.  હફીઝે ૧૬ બોલમાં ૩૨ રન ફટકાર્યા હતા. ઓપનર રિઝવાન અને બાબર આઝમે નોંધાવેલી આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલી શિસ્તબદ્ધ બોલિંગની મદદથી પાકિસ્તાને અહીં રમાયેલી ટી૨૦ વર્લ્‌ડ કપના સુપર–૧૨ રાઉન્ડના ગ્રૂપ–૨ની લીગ મેચમાં નામિબિયાને ૪૫ રનથી હરાવીને સતત ચોથા વિજય સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. પાકિસ્તાનની ટીમ આઠ પોઇન્ટ સાથે ગ્રૂપમાં મોખરાના સ્થાને છે.


Share to

You may have missed