ભરૂચ એલ સી બી પોલીસે ઝઘડિયામાં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કંપનીમાં ચોરી થયેલ એસ.એસ. ના પાઇપ અને બોલ્ટ રૂ. 5,02,050/- સાથે બે ઈસમને ઝડપી પાડયાં.

Share to

ઝઘડીયા જી.આઈ.ડી.સી. માં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કેમ્પ પ્રા. લી. કંપનીમાંથી ચોરી થયેલ એસ.એસ. ના પાઇપ અને એસ.એસ. ના બોલ વાલ્વ જેની કુલ કિંમત 5,02,050/-ના મુદ્દામાલ કબ્જે કરીને બે ઈસમને ઝડપી પાડ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે ભરૂચ પોલીસ ટીમના માણસો અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીને આધારે ઝઘડિયા જી. આઈ.ડી. સી.માં આવેલ મેટ્રોપોલીટીન એકઝીમ કેમ્પ પ્રા. લી કંપનીમાંથી એસ. એસ. પાઇપમાં તથા બોલ વાલ્વ કુલ કિંમત 5,02,050/-ના મત્તાની ચોરી બે ઈસમો (1) પારસમલ હીરાસીંગ રામલાલ જૈન રહે, ઝાલોર રાજસ્થાન (2) સઈદ નૈકસેખાન પઠાણ રહે, ભીંડ, મધ્યપ્રદેશ દ્વારા કરવામાં આવી હતી, જેને અંકલેશ્વર જી. આઈ. ડી. સી. વિસ્તારમાં આવેલ હેક્ષોન પ્લાઝામાંથી ચોરીના મુદ્દવાલમ સાથે પકડી પાડવામાં આવ્યા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે અંકલેશ્વર જી. આઈ. ડી. સી. પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા.


Share to

You may have missed