હળવદના રણમલપુર ગામે કંકાવટી રોડ પર જવાની વાડીએ બે યુવાનો પર હુમલો થયા બાદ એકનું મોત નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ બનાવમાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ હતા હત્યાના બનાવમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે જેમાં પિતરાઈ ભાઈએ જ ભાઇની હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલતાં પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી લેવામાં આવ્યો છે. સાથે જ મૃતકના ભાઇની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે કંકાવટી જવાના રોડ પર આવેલ આરોપી હસમુખભાઈ રણછોડભાઈ વરમોરાની વાડીએ બેથી વધુ બુકાનીધારી શખ્સોએ બે યુવાનો પર હુમલો કર્યા કર્યો હોય અને એક યુવાનનું મોત પણ નીપજ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઝીણવટ ભરી પ્રાથમિક તપાસ કરતા આ હત્યા કોઇ અજાણ્યા શખ્સોએ નહિ પરંતુ મૃતકના કાકાના દીકરા એ જ પૈસાની લેતી-દેતી બાબતે કરી હોવાનું સામે આવતા મૃતક હરેશભાઈ ચતુરભાઈ વરમોરાના મોટાભાઈ વિનોદભાઈ વરમોરાની ફરિયાદને આધારે તેના કાકાના દિકરા હસમુખભાઇ રણછોડભાઇ વરમોરા વિરુદ્ધ ગુનો દાખલ કરી આરોપીને રાઉન્ડઅપ કરી લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
પાર્થ વેલાણી દ્વારા
More Stories
જૂનાગઢ માં સોનાની વિંટી, ચાંદીની લક્કી, મોબાઇલ ફોન તથા રોકડ રકમ સહિતના કુલ કિંમત રૂ. ૧,૦૭,૨૦૦/- કિંમતી સામાનનો મુદામાલ ૬ મૂળ માલીકને પરત અપાવતી જૂનાગઢ પોલીસ
ઝઘડિયા જીઆઇડીસી ની બિરલા સેન્ચ્યુરી કંપની દ્વારા ઉત્પાદન બંધ કરવામાં આવ્યું
નેત્રંગમાં બિરસા મુંડા રથયાત્રાનું આદિવાસી આગેવાનોએ સ્વાગત કર્યું હતું….