October 4, 2024

“ગાજયા મેઘ વર્ષે નહીં” સ્ટેચ્યુ ઓફ યુનિટી ના ટેન્ટ સિટી-1 મા વન સંપદા ને નુકશાન કરી વનવિભાગ ની જમીન પચાવી પાડવા ના કાંડ માં લલ્લુજી એન્ડ કંપની ને 1 લાખ નો દંડ

Share to

ખમતીધર લલ્લુજી એન્ડ સન્સ કંપની ના બહુ ચર્ચિત લેન્ડ ગ્રેબિંગ કાંડ મા સર્જાયેલો હાઇપ્રોફાઇલ ઘટનાક્રમ ના એક અધ્યાય ની પુર્ણાહુતી

ઈકરામ મલેક:નર્મદા બ્યુરો

છેલ્લા ઘણા દિવસો થી ચાલી રહેલા લલ્લુજી એન્ડ સન્સ કંપની ના લેન્ડ ગ્રેબિંગ કાંડ ના હાઇવોલ્ટેજ ડ્રામા નો એક અધ્યાય પૂરો થયો, લલ્લુજી એન્ડ સન્સ કંપની ના એમ ડી કેવડીયા રેંજ ના આર.એફ.ઓ સમક્ષ હાજર થઈ ગુનો કબૂલી લેતા કેવડીયા રેન્જ ઓફિસર દ્વારા રૂપિયા એક લાખ નો દંડ કરી હવે થી આવુ નહિ કરવાની હળવો ઠપકો આપ્યો હતો. કહેવાય છે કે લલ્લુજી એન્ડ સન્સ કંપની ગુજરાત સરકાર મા સારી એવી વગ ધરાવે છે ત્યારે વન વિભાગ ની જમીન મા ગેરકાયદે રીતે ઘૂસણખોરી અને અનામત વૃક્ષો ના ગેરકાયદેસર છેદન અને વન્ય પ્રાણીઓ ના રહેઠાણ ને નુકશાન જેવા ગંભીર પ્રકાર ના આરોપો હેઠળ સમન્સ પાઠવી કંપની સામે ફોજદારી ગુના હેઠળ કાર્યવાહી કેમ ના કરવી? એમ લખી ખુલાસો માંગવામાં આવ્યો હતો.

વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતા આવનાર પ્રવાસીઓ પ્રકૃતિ ના ખોળે રોકાય તે માટે સરકારે લલ્લુજી એન્ડ સન્સ નામની ખાનગી કંપની જોડે કરાર હેઠળ તેજ સીટી ઊભી કરી વેપાર કરવાનું પ્રોજેક્ટ છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત છે ત્યારે થોડા દિવસો પહેલા સદર કંપની દ્વારા નિયમો અને કાયદાઓના લીલા ઉડાડી જંગલ ખાતાની જમીન માં ગેરકાયદેસર કુષણ ખોરી કરી શાક અને ખાખરાના રક્ષિત વૃક્ષોનું નખ્ખોદ કાઢી એ જમીન ઉપર બાંધ કામ શરૂ કરી દે સ્વિમિંગ પૂલ અને અન્ય મોજ મજા ના સાધનો ઊભા કરવાની ગેરકાયદેસર કામગીરી શરૂ કરી દેવાઇ હોવાનું નર્મદા જિલ્લા વન વિભાગના ધ્યાને આવતા લલ્લુજી એન્ડ સન્સ કંપની ને વન અધિનિયમ હેઠળ સમન્સ પાઠવી કંપનીના સંચાલકોને નર્મદા વન વિભાગ સમક્ષ હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું હતું.

આજરોજ તારીખ 28 મે 2021 ના કંપનીના સંચાલકો કેવડીયા રેંજ વનવિભાગ ના અધિકારી સમક્ષ હાજર થઈ ગુનો કબૂલ કરી લેતા વનવિભાગ દ્વારા નુકશાનીના વળતર પેટે રૂપિયા એક લાખ ચલણ પેટે ભરાવી ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરવાની તાકીદ કરવામાં આવી હતી.

◼️આ બાબતે કેવડીયા રેંજ ના આર.એફ.ઓ વિરેન્દ્રસિંહ ઘરીયા સાથે ની ટેલિફોનિક વાતચીત મા જાણવા મળ્યું હતું કે 15 દિવસ અગાઉ ટેન્ટ સિટી 1 મા વન વિભાગ ની જમીન મા અનામત વૃક્ષો કાપી ગેરકાયદેસર પાકું બાંધકામ કરવામા આવતું હોવાનું ધ્યાને આવતા કંપની સંચાલકો ને સમન્સ પાઠવી કાર્યવાહી કરવામાં આવી હતી. આવતી કાલે ગરૂડેશ્વર તાલુકા મામલતદાર સમક્ષ લલ્લુજી એન્ડ કંપની ના સંચાલકો એ હાજર રહેવાનું હોઈ મામલતદાર ગરૂડેશ્વર આ મામલે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.


Share to

You may have missed