November 21, 2024

સ્ટેચુ ઓફ યુનિટી ની ટેન્ટ સિટી-1 મા સંચાલક કંપની દ્વારા 4200 ચો. મી જમીન પચાવી પાડતાં નોટિસ ફટકારાઈ

Share to

◼️વન્ય પ્રાણીઓ ના રહેઠાણ અને વન સંપદા નો કચ્ચરઘાણ વાડી ગેરકાયદેસર 16 જેટલા ટેન્ટ ઉભા કરી દઈ ધિકતી કમાણી કરી લેવાનો કારસો ખુલ્લો પડ્યો

ઈકરામ મલેક:- નર્મદા બ્યુરો

સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન ના આકર્ષણ ટેન્ટ સિટી-1 ની સંચાલક કંપની લલ્લુજી એન્ડ સન્સ દ્વારા વન વિભાગ અને ગૌચરની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો જમાવી ટેન્ટ ઉભા કરી દે સ્વિમિંગ પુલ બનાવી ધીક્તિ કમાણી ચાલુ કરી દેવાની લલ્લુજી એન્ડ સન્સ કંપની મેલી મુરાદ નો પરદાફાશ થયો છે. થોડા દિવસ અગાઉ નર્મદા જિલ્લા વનવિભાગ દ્વારા કેવડિયાની ટેન્ટ સિટી-1 ની સંચાલક લલ્લુજી એન્ડ કંપનીને સમન્સ પાઠવી વન વિભાગ ની જમીન ઉપર આવેલા વૃક્ષોને કાપી વનસપતી અને વન્ય પ્રાણીઓના રહેઠાણ ને નુકસાન પહોંચાડવાના આરોપસર તેઓ પાસે ખુલાસો માંગવામાં આવ્યો હતો અને લલ્લુજી એન્ડ કંપનીના સંચાલકોને હાજર થવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા મામલતદાર શ્રી તરફથી કેવડિયા કોલોનીમાં લલ્લુજી એન્ડ સન્સ કંપની દ્વારા ટેન્ટ સિટી-1 માં સરકારી ગૌચરની જમીનમાં ગેરકાયદેસર સ્વિમિંગ પૂલ અને તેને ઉભા કરી તેમજ મુખ્ય પ્રવેશદ્વારની સામેના ભાગમાં આવેલ જંગલ વિભાગ હસ્તકની જમીનમાં ગેરકાયદેસર પાર્કિંગ જેવા દબાણ ઉભા કરી ટેન્ટ સિટી એકમાં શરૂ કરાયેલા નવા બાંધકામ વગેરેને તાત્કાલિક દૂર કરવા માટે તારીખ 27 મે 2021 ના રોજ મુંબઇ જમીન મહેસૂલ અધિનિયમ હેઠળ નોટિસની બજવણી કરી તાત્કાલિક તેમના ખર્ચે અને જોખમે અનઅધિકૃત કબજો દૂર કરવાનો નોટિસ ફટકારી હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.

ઉક્ત નોટીસમાં જણાવ્યાં મુજબ મોજે-ખલવાણી તા.ગરૂડેશ્વરના સર્વે ૮૫-અની હે. ૨૦-૫૮-૦૫ ચો.મી. સરકારી પડતર પૈકી હે. ૨-૦૦-૦૦ જમીન ગૌચર સદરે નીમ કરી. સર્વે નં. ૮૫-બ ની હે.૭-૦૮-૨૦ પૈકી હે ૨-૦૦-૦૦ જમીન ગુજરાત જમીન મહેસુલ નિયમો-૧૯૭૨ના વહીવટી હુકમ-૩ની જોગવાઇઓ હેઠળ ‘ટેન્ટસીટી’ ના હેતુ માટે પ્રવાસન વિભાગને તબદિલ કરેલ જમીનમાં TGCL દ્વારા થયેલ કરાર આધારીત ટેન્ટસીટી-૧ નું નિર્માણ કરવામાં આવેલ છે. સદર તા.૨૫/૦૧/૨૦૨૧ ના રોજ અધિક કલેકટરશ્રી SOU ADTG ઓથોરીટી, એડમીનીસ્ટ્રેટર SOU ADTG ઓથોરીટી, મામલતદારશ્રી SOU ADTG ઓથોરીટી, મામલતદારશ્રી ગરૂડેશ્વર, પરિક્ષેત્રવન અધિક્ષકશ્રી કેવડીયા, ડી.આઇ.એલ.આર. SOU ADTG દ્વારા સંયુકત તપાસણી દરમ્યાન આપના દ્વારા ૪૨૦૦ ચો.મી. જમીનમાં અનઅધિકૃત કબ્જો કરી કરવામાં આવી રહેલ બાંધકામ ટેન્ટસીટીની લાગુ તળાવ કિનારે આવેલ છે. જેમાં નવીન ૧૬ ટેન્ટ તથા પ્રાઇવેટ સ્વીમીંગ પુલ ડેકનું બાંધકામ કરી રહેલ હોવાનું તપાસ દરમિયાન ધ્યાને આવેલ છે. તેમજ ટેન્ટ સિટી-1 ના પ્રવેશદ્વાર સામે જંગલ ની જમીન મા ગેરકાયદેસર પાર્કિંગ પણ ઉભું કરી દીધાં નો ઘટસ્ફોટ થયો છે.

છેલ્લા ઘણાં સમય થી લલ્લુજી એન્ડ કંપની ગુજરાત સરકાર મા વગ ધરાવી પોતાને ફાયદો થાય તેવી રીતે ગોઠવણી કરી કામો મેળવતી હોવાનું રાજ્ય સ્તરે ચર્ચા ચાલી રહી હતી, ત્યાર બાદ થોડા દિવસો અગાઉ નર્મદા વનવિભાગ દ્વારા વન વિભાગ હસ્તક ની જમીન મા ગેરકાયદેસર ઘૂસણખોરી અને અનામત વૃક્ષો ના છેદન અને વન્ય પ્રાણી ઓ ના રહેઠાણ ને નુકશાન પહોંચાડવાના ગંભીર આરોપો હેઠળ સમન્સ પાઠવતા સમગ્ર પ્રકરણ ઉપર થી પડદો ઊંચકાયો હતો, હવે નર્મદા ના ગરૂડેશ્વર તાલુકા મામલતદાર ની ગૌચરણ ની જમીન ઉપર થી ગેરકાયદેસર કબજા ને દૂર કરવા અને તેમની સામે ફોજદારી પગલાં કેમ નહિ લેવા તે અંગે નો ખુલાસો માંગવામાં આવતા આવનારા દિવસો મા આ કડક કાર્યવાહી “કડક” રહે છે કે ઢીલી પડે છે તે જોવું રહ્યું.


Share to

You may have missed