ટ્રકની ધાડના ગુનાનો ગણતરીના કલાકોમા ભેદ ઉકેલતી નેત્રંગ પોલીસ, ૭ જેટલા લૂંટારુઓની ધરપકડ કરી

Share to

ભરૂચ જિલ્લાના નેત્રંગથી ડેડીયાપાડા જતા રોડ પર ટીમરોલીયાના ઢોરાવ ઉપર 24 તારીખે રાત્રીના સમયે લૂંટની ઘટના બનતા ચકચાર મચી હતી,આઇસર ટેમ્પો નંબર GJ.16.AV 7348 ના ચાલક નિઝામ મહોમ્મદ દીવાન ભરૂચના પાલેજ પાસે આવેલ હલદરવા ગામેથી ૧૫ ભેંસો ભરી ધુલિયા તરફ લઈ જતી વખતે રાત્રીના દોઢ વાગ્યાના આસપાસ ટીમરોળિયા ઢોરાવ પાસે ત્રણ ઈસમોએ ઇકો કાર આડી કરી ટેમ્પોને અટકાવ્યો હતો સાથે જ આ અજાણ્યા ઈસમો ટેમ્પાની કેબીનમાં ચડી ગયા હતા અને ટેમ્પા ચાલકને માર મારી ચાલક સાથે જ ટેમ્પો હંકારી ફરાર થઈ ગયા હતા અને બાદમાં એક મોટર સાયકલ પર અન્ય ત્રણ ઈસમોએ આવી ટેમ્પોના ચાલકને મોટરસાયકલ પર બેસાડી પટ્રોલ પંપ નજીક ટેમ્પા ચાલકને ઉતારી દિધો હતો. લૂંટારુઓ ટેમ્પા ચાલક પાસેથી રૂપિયા 4 હજાર રોકડા,મોબાઈલ તેમજ રૂપિયા 1.50 લાખની કિંમતની ભેંસ અને રૂપિયા 8 લાખનો ટેમ્પો સહિત કુલ રૂપિયા 9.59 લાખના માલમત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ બનાવ સંદર્ભે નેત્રંગ પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નેત્રંગ પોલીસે સમગ્ર લૂંટના ઘટનાક્રમ સામે આવતા તરત જ એક્શનમાં આવી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું જે દરમિયાન બાતમીના આધારે રૂપઘાટથી વાલપોર જવાના માર્ગ ઉપર જંગલ અને ડુંગરાળ વિસ્તારમાં તપાસ કરી હતી, જ્યાં ટેમ્પો અને કેટલાક ઈસમો નજરે પડતા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરતા ત્યાંથી લૂંટમાં ગયેલ ટેમ્પો અને ભેંસો સહિત ચાર જેટલા આરોપીઓ મળી આવ્યા હતા જેઓની ધરપકડ કરી પુછપરછ હાથ ધરતા અન્ય ત્રણ જેટલા ઇસમોની પણ સંડોવણી સામે આવતા પોલીસે મામલે 7 જેટલા લૂંટારુઓની ધરપકડ કરી હતી. આરોપી નંબર (૧) સુરેશ ઉર્ફે દિનેશ વસાવા,રહે કોચબાર,નેત્રંગ (૨) જીગ્નેશ રણછોડભાઈ વસાવા રહે,પઠાર,વાલિયા (૩) રમેશ ઉમારામ પટેલ રહે.ચાર રસ્તા નેત્રંગ,(૪) મહેન્દ્ર મંજીભાઈ પટેલ રહે.ચાર રસ્તા,નેત્રંગ (૫) બળવંતસિંહ ઉર્ફે અતુલ ભાઈ પરમાર રહે.પઠાર, વાલિયા(૬) રમેશ ઉર્ફે રતો ભરવાડ ઉર્ફે કોબ્રા ભરવાડ રહે.જવાહર બજાર.નેત્રંગ(૭) કલ્પેશ સુખદેવ ભાઈ વસાવા રહે.બલેશ્વર,ઝઘડિયા નાઓની સમગ્ર લૂંટ કાંડમાં સંડોવણી સામે આવતા પોલીસે તેઓની ધરપકડ કરી છે, પોલીસે લૂંટારુઓ પાસેથી લૂંટમાં ગયેલ આઇસર ટેમ્પો કિંમત રૂ.8 લાખ ટેમ્પોમાં ભરેલ 15 ભેંસો જેની કિંમત રૂ.1.50 લાખ તેમજ એક મોબાઈલ ફોન અને ગુના માં વપરાયેલ ઇકો કાર નંબર GJ.8.BS.2619 જેની કિંમત રૂ.2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


Share to