કોરોના ની ત્રીજી લહેર માટે તૈયારી ના આ ગ્રુપ ડેડીયાપાડા તાલુકાના રૂપિયા બે કરોડ ગ્રાન્ટની ફાળવણી: કોરોના ની બીજી લહેર આ વખતે કાપેલ રહેલું તંત્ર બીજી લહેર માટે તૈયાર

Share to

ઈકરામ મલેક:નમર્દા બ્યુરો

દેડિયાપાડા તાલુકાના કુલ-૮ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન, જમ્બો ઓક્સિજન સિલીન્ડર વધુ-૬ બેડની સુવિધા વધારવા, દરદીઓ માટે નવા બેડ સાઇડ ડ્રોવર, મલ્ટીપારા મોનીટર, પ્રસૂતિ માટેના લેબર રૂમને એરકંડીશનર, નવજાત શિશુ માટે રેડીઅન્ટ વોર્મર, સિકલસેલ ટેસ્ટ માટેના HPLC મશીન અને પાંચ KV ના જનરેટર સહિતની સુવિધાઓ ઉભી કરવા માટે હાલ યોજના બનાવવા મા આવી છે.

દેડિયાપાડાના પ્રભારી સચિવશ્રી રાકેશ શંકર અને જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહ ના પ્રયાસો ને પરિણામે આ કામ આગળ ધપી રહ્યું છે. કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં કોરોના સંક્રમણની પ્રવર્તમાન પરિસ્થિતિ ઉપરાંત કોરોનાની સંભવત: આગામી ત્રીજી લહેરને અનુલક્ષીને તેમજ કેન્દ્ર સરકાર દ્રારા કેન્દ્રીય નીતિ આયોગ દ્રારા એસ્પિરેશનલ ડિસ્ટ્રીકટ (મહત્વાકાંક્ષી જિલ્લા) તરીકે કરાયેલી ઘોષણા અન્વયે કેન્દ્રીય નીતિ આયોગના વિવિધ પેરામીટર્સ અંતર્ગત આરોગ્ય ક્ષેત્રમાં પણ નિયત લક્ષ્યાંક સિધ્ધિ હાંસલ કરવાની સાથોસાથ જિલ્લાના આદિવાસી અને અંરિયાળ વિસ્તારની પ્રજાને ઘરઆંગણે જ શ્રેષ્ઠત્તમ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તેવા ઉમદા અને પ્રજાભિમુખ અભિગમ સાથે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી બચુભાઇ ખાબડે વિકાસશીલ તાલુકા હેઠળ દેડિયાપાડા તાલુકામાં રૂા.૨.૦૦ કરોડની આખા વર્ષ માટે જુદા-જુદા વિભાગોના વિકાસ કામો માટે ફાળવાતી ગ્રાન્ટ અંતર્ગત દેડિયાપાડા તાલુકાની આરોગ્યલક્ષી સુવિધાઓને પ્રાધાન્ય આપીને રૂા.૨.૦૦ કરોડની આ તમામ ગ્રાન્ટનો આરોગ્યલક્ષી સુવિધાઓ વિકસાવવાના કામોમાં ઉપયોગ કરવા માટે મંજુરીની મહોર મારી છે. મંજુર થયેલા ઉક્ત આરોગ્યલક્ષી તમામ કામોની સુવિધાઓની સજ્જતા સાથે જુન-૨૦૨૧ અંતિત કાર્યરત કરાશે.


Share to