નેત્રંગ તાલુકામાં ૧૦ દિવસથી ખેતીવાડી વીજપુરવઠો બંધ હોવાથી ખેડુતોની મુખ્યમંત્રીને રજુઆત,

Share to

  • તોઉતે વાવાઝોડાની સાથે વીજપુરવઠો બંધ રહેતા ખેડૂતોને વ્યાપક નુકસાન,
  • જીલ્લા કલેકટર કચેરીમાં ભુખ હડતાલ ઉપર ઉતરવાની તૈયારી,

તા.૨૫-૫-૨૦૨૧ નેત્રંગ,

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામા થોડા દિવસો પહેલા તાઉતે વાવાઝોડું તેજગતિના પવન સાથે ફુંકાયું હતું.જેમાં અનેક વૃક્ષો વીજલાઇન ઉપર પડતાં વીજપોલ ધરાશાયી થઇ જવાથી નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં જ્યોતિગ્રામ અને ખેતીવાડી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.ત્યારબાદ સમારકામની કામગીરી શરૂ થયા બાદ જ્યોતિગ્રામ વીજપુરવઠો શરૂ કરાયો હતો.પરંતુ દર દિવસ જેટલો લાંબો સમય પસાર થવા છતાં ખેતીવાડી વીજપુરવઠો શરૂ નહીં કરાતા ખેડુતઆલમમાં રોષ ભભુકી ઉઠ્યો હતો.વીજપુરવઠો બંધ હોવાથી ખેડુતો ખેતીમાં સિંચાઈ માટેનું પાણી આપી શકતા ન હોવાથી ઉભો પાક સુકાઇ રહ્યો છે,ખેડુતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.

 જેમાં નેત્રંગ તાલુકા કિશાન વિકાસ સંઘે લોડસેટિંગના નામે અનિયમિત અને અપુરતો વીજપુરવઠો આપવા,એડીજીવીસીએલના કમઁચારીઓને અનગઢ વહીવટ,કાગળ ઉપર લાઇન મેન્ટેનન્સ થયું છે,પ્રેક્ટીલ થયું નથી જેવા અનેક મુદ્દાઓ સાથે ખેડુતોએ મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરતાં ચકચાર મચી જવા પામી હતી.ખેડુતોના પડતર પ્રશ્નનું નિરાકરણ થાય અને તાત્કાલિક ધોરણે ખેતીવાડી વીજપુરવઠો શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી.અને જીલ્લા કલેકટર કચેરી ખાતે ભુખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed