એનડીઆરએફની ૬૫ ટીમ તૈનાત
કોલકાત્તા
બંગાળની ખાડી પર શનિવારે ઘટેલા દબાણને લીધે પશ્ચિચમ બંગાળ , ઓડિશા અને બંગલાદેશના કિનારાના વિસ્તારો પર ૨૬ મી મેના દિવસે જો રદાર વાવાઝોડું ત્રાટકવાની આગાહી હવામાન વેભાગે રવિવારે કરી હતી . સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું જયાં સૌથી વધુ ત્રાટકવાનું છે , એ વિસ્તારોમાં ઝડપથી રાહત અને બચાવકાર્ય માટે નૌસેનાએ પોતાના જહાજો અને વિમાનો તૈયાર રાખ્યા છે . હવામાન ખાતાએ જણાવ્યું હતું કે વાવાઝોડું બુધવારે ( ૨૬ મી મે ) સાંજે બંને રાજ્યો પર ત્રાટકશે . વાવાઝોડાને લીધે પવન ૯૦ થી ૧૧૦ કિ . મી . પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની શક્યતા દર્શાવવામાં આવી છે . ૨૬ મીએ કિનારા નજીકના જિલ્લાઓમાં અમુક સ્થળે ભારેથી અતિભારે અને બંને રાજયોમાં અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે .
More Stories
ભરૂચ જીલ્લા ક્વોરી ઑનર્સ એસોસિયેશનના સભ્યોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
* કુમસગામેથી સોલર સ્ટ્રીટલાઇટને બેટરીનો ભંગારમાં વેચાણ કરવા જતાં બે યુવક ઝડપાયા
નેત્રંગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુખાર ચોર ટોળકીથી ભયનો માહોલ. = નેત્રંગ પોલીસની અફવાથી દુર રહેવા લોકોને અપીલ. = અસનાવી ગામે ખાણ ખનીજ વિભાગના વિજીલેનસ ટીમના અધિકારીઓને લોકોએ બાનમા લીધા.