November 26, 2024

બોડેલી નગર માં હર્ષોલ્લાસ સાથે ઈદ-એ-મિલાદ ની ઉજવણી કરવામાં આવી

Share to



હઝરત મોહંમદ સાહેબના જન્મ દિવસ ની ખુશીમાં બોડેલી નગરના વિવિધ વિસ્તારોમાં સરકાર ની ગાઈડલાઈન મુજબ ઈદે મિલાદ નુ જુલૂસ કાઢવામાં આવ્યું

ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક પવિત્ર તહેવાર છે
આ તહેવાર ખુશીનો તહેવાર છે મુસ્લિમ સમાજના લોકો પોતાના મકાનો ને મસ્જિદો નગરના રસ્તાઓ ને રોશનીથી શણગારે છે
પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મ દિવસ ની ખુશીમાં ઉજવા તો ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, ના દિવસે મુસ્લિમ સમાજ દ્વારા ખુશી મનાવવામાં આવે છે બોડેલી નગર ના વિવિધ વિસ્તારો ને રોશનીથી શણગારવામાં આવ્યા છે
આજે સવારે ઈદે મિલાદ નું જુલૂસ સરકાર ની ગાઈડલાઈન મુજબ ઢોકલીયા થી નીકળી અલીપુરા ચાર રસ્તા થી અહમદી મસ્જિદ પહોંચી મસ્જિદમાં બાલ મુબારક ની જારત કરવામાં આવી હતી
ઠેર ઠેર નીયાજ નું આયોજન કરવામાં આવ્યું હતું
ત્યારે આજે ઇદ-એ-મિલાદ ના પર્વને લઇને બોડેલી નગરમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સરકાર ની ગાઈડલાઈન મુજબ ઈદે મિલાદ નુ જુલૂસ કાઢવામાં આવ્યું હતું


ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


Share to

You may have missed