November 27, 2024

ભરૂચ જિલ્લા જેલ ખાતે સંભવ ઈનિશિએટિવ દ્વારા સ્થાપેલ કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કરતા ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ  જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી

Share to

બંધારણે જેમ આપણાને મુળભૂત હકો આપ્યા છે તેમ આપણીને જવાબદારીઓ પણ આપી છે. તેને અનુસરી આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની છે. – ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટી

ભરૂચ: શનિવાર – નામદાર ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદના સીટીંગ જજશ્રી વૈભવી નાણાવટી તેમજ ગુજરાત પબ્લિક વર્ક્સ કોન્ટ્રાક્ટ્સ ડિમ્પ્યુટ્સ આર્બિટ્રેશન ટ્રિબ્યુનલ, ગાંધીનગરના ચેરમેનશ્રી અશોકકુમાર જોષીના અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલ ખાતે સંભવ ઇનેશીટીવ, સંસ્થા દ્રારા “કોશિશ કી આશ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું.
આ પ્રસંગે, ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ વૈભવી ડી. નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું કે, “કોશિશ કી આશના શબ્દો જ ઘણું બધું કહી જાય છે. જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ સંસ્થા કરી રહી છે, જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે.
ન્યાયતંત્ર અને પૂરો સમાજ તમારી પડખે ઉભો છે. કોઈ પણ ભૂલ થઈ છે, તો તેની સામે તેના રસ્તાઓ પણ છે. ભારતનું બંધારણ આપણા હક્કોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે. ભારતના તમામ નાગરિક એકસમાન છે. બંધારણે જેમ આપણાને મુળભૂત હકો આપ્યા છે તેમ આપણીને જવાબદારીઓ પણ આપી છે. તેને અનુસરી આપણે સૌએ આપણા દેશને આપણી નાગરિકતા આપવાની છે. આપણે ભૂલ કરી છે તો તે સ્વિકારી આપણે હવે સુધરવાનું છે. ત્યારે આ ઈનેશેટીવ સંસ્થા તમારી મદદે આવી છે ત્યારે તમારા વ્યકિત્વમાં સુધારો આવે અને આ દાખલો બેસે તેવું વર્તન તમે બધા કરો એવી આશા અમે રાખીયે અને મનોમન એક પ્રણ લઈએ કે, જીવન સાચું અને સકારાત્મક જીવીશું.
સંભવ ઈનિશિએટિવના સ્થાપક કોશિશ કી આશ સુશ્રી હિરાંશી શાહ, કેન્દ્રની કામગીરી વિશે વિગતો આપી આપતા કહ્યું, સંભવ ઈનિશિએટિવના પેટ્રોન ઇન ચીફ ન્યાયાધીશ સી.કે. ઠક્કર, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને સંભવ ઈનિશિએટિવના પેટ્રોન શ્રી જસ્ટિસ એમ. આર. શાહ, ભારતની સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામા આવ્યુ હતું. કોશિશ કી આશ કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ્ય સાથે કામ કરી રહી છે. આ કેન્દ્ર ભરૂચના કેદીઓ માટે 3 R ના પ્રોટોટાઇપ: રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા તેમની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરશે.
આ પ્રસંગે, ગુજરાત હાઈકોર્ટ ભૂતપૂર્વ જજ, જસ્ટિસ ડૉ. અશોકકુમાર સી. જોષી, પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આર.કે. દેસાઈ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ભરૂચ ધવારા શ્રી એન.પી. રાઠોડ, અધિક્ષક, જિલ્લા જેલ, ભરૂચ અને સુશ્રી હિરાંશી શાહ, સંભવ ઈનિશિએટિવના સ્થાપક અને જેલ વિભાગના કર્મચારીઓ અને કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share to

You may have missed