December 4, 2024

આજે રાજપીપલા શહેરી વિસ્તારના નવા ફળિયા આંગણવાડી કેન્દ્ર સહિત જિલ્લાના પાંચેય તાલુકાઓમાં PCV, ન્યુમોકોકલ કોજુગેટ વેક્સીનનો રૂટીન ઈમ્યુનાઈઝેશનનો શુભારંભનો કાર્યક્રમ યોજાશે

Share to


_________

રાજપીપલા, રવિવાર :- રાજ્ય વ્યાપી હાથ ધરાયેલા PCV, ન્યુમોકોકલ કોજુગેટ વેક્સીનનો રૂટીન ઈમ્યુનાઈઝેશન શુભારંભ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી. એ. શાહની ઉપસ્થિતિમાં રાજપીપલા શહેરના નવા ફળિયા, અર્બન હેલ્થ સેન્ટર વિસ્તારની આંગણવાડી કેન્દ્ર ખાતે તા.૨૦ મી ઓક્ટોબર, ૨૦૨૧ ને બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ન્યુમોકોકલ કોજુગેટ વેક્સીનનો રૂટીન ઈમ્યુનાઈઝેશ અભિયાનનો શુભારંભ કાર્યક્રમ યોજાશે.

તદ્દઅનુસાર, દેડીયાપાડાના ચીકદા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૯:૦૦ કલાકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને સેજપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડની ઉપસ્થિતિમાં તેમજ નાંદોદ તાલુકાના વાઘેથા ગામના સબ-સેન્ટર ખાતે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી કિરણભાઈ વસાવા તેમજ ઘોળીવાવ સબ-સેન્ટર ખાતે જિલ્લાના પદાધિકારીશ્રીની ઉપસ્થિતિમાં તથા
સાગબારાના પાટલામઉ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી મંજીભાઈ વસાવા અને કોલવાણ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રવિદાસભાઈ વસાવાની ઉપસ્થિતિમાં તથા તિલકવાડાના બુજેઠા-દાજીપુરા ગામ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન તડવી અને સાવલી સબ-સેન્ટર ખાતે તાલુકા ઉપપ્રમુખ શ્રીમતી બિન્દીયાબેન રાયની ઉપસ્થિતિમાં તેમજ ગરૂડેશ્વરના સાંધિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુમિત્રાબેન ભીલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે.
00000


Share to