December 4, 2024

ભરૂચમાં થયેલા રોડ પેચવર્કના ૨૪ કલાકમાં જ રોડ પર ખાડા પડતા AIMIM રોડ પર બેસીને વિરોધ

Share to




નગર પાલિકા એ ગઈકાલે રાત્રે કરેલું રોડનું પેચવર્કના 24 કલાક પણ ટક્યું નથી રોડ પર ખાડા પડી જતા AIMIM ના આગેવાનોએ રોડ પર જ ખાડા પાસે બેસી જઈ વિરોધ કર્યો હતો તેમણે પેચવર્ક મામલે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતના ગંભીર આક્ષેપ લગાવ્યા છે
ગઈકાલે મોડી રાત્રે ભરૂચ નગર પાલિકા દ્વારા પાંચબત્તી થી મહંમદપુરા રોડનું પેચવર્ક શરૂ કરાયું હતું આ દરિમ્યાન પાલિકા પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના સભ્યોની ઉપસ્થિતિમાં કરવા માથે ઉભા રહ્યા હતા આ દરિમ્યાન AIMIM ના સભ્યોએ વર્ક ઓર્ડર માંગ્યો હતો પરંતુ કોન્ટ્રાકટર પાસે વર્ક ઓર્ડરની પણ કોપી ન હતી ચીફ ઓફિસર અને પાલિકાના અન્ય અધિકારીઓએ કોન્ટ્રાક્ટરનું ઉપરાણું લઈ વર્ક ઓર્ડર મેળવવા આર.ટી.આઈ કરવા જણાવ્યું હતું કોન્ટ્રાક્ટર દ્વારા ગુણવત્તા વગરનું મટીરીયલ વપરાતું હોવાનો AIMIMએ આક્ષેપ કરી કામગીરી અટકાવવાની માંગ કરી હતી
કોન્વેન્ટ સ્કૂલ પાસે તાજા કરેલા પેચવર્કમાં ખાડા પડી ગયા હતા જેથી સાંજે AIMIM ના જિલ્લા પ્રમુખ નદીમ ભીખી, શહેર પ્રમુખ સાહિલ મલેક, નગરસેવક ફહીમ શેખ સહિતના કાર્યકરોએ રોડ પર ખાડા પાસે બેસી જઈ વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે આ કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે વર્ક ઓર્ડર વગર કઈ રીતે ખબર પડે કે કયુ મટીરીયલ વપરાયું છે ડામરનું કેટલું થર કરવાનું છે અધિકારીઓ આ બાબતને કેમ છુપાવે છે ? ભાજપ અને કોંગ્રેસ બંનેની મિલીભગત છે જેથી આ કામગીરી અટકવી જોઈએ વ્યવસ્થિત વર્ક ઓર્ડર આપી કામગીરી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી પેચવર્ક થવું જોઈએ નહીં તો અમે વિરોધ કરતા રહીશું
અત્રે ઉલ્લેખનીય બબાત એ છે કે વરસાદમાં થયેલા બિસ્માર માર્ગો ના પેચવર્ક માટે સરકારે 75 લાખની ગ્રાન્ટ ફાળવી છે જેનું કામ ઓબી કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યું છે પરંતુ તેઓ પાસે કામ કરવાનો કોઈ વર્ક ઓર્ડર ન હોય તો કામગીરી કેવી રીતે કરી શકે તેવી ચર્ચાઓ એ જોર પકડ્યું છે તો હાલ જાણવા મળી રહ્યું છે કે ઓબી કન્સ્ટ્રક્શન ને વાર્ષિક ભાવ માં જ કામ કરવાનું કહેવામાં આવ્યું છે ત્યારે ખરેખર પેચવર્ક માટેની ગ્રાન્ટ આવી હોય તો તેને રેગ્યુલર વર્ક ઓર્ડર શા માટે આપવામાં નહિ આવ્યો ?
ઓબી કન્સ્ટ્રક્શનના વિજય પટેલ સાથે ટેલીફોનીક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે 70 લાખના કામો કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે પરંતુ તેઓ પાસે વર્ક ઓર્ડર માંગવામાં આવતા તેઓ દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ચકાસણી કરવામાં આવે તે જરૂરી છે


Share to

You may have missed