November 28, 2024

વડોદરાના પૂર્વ કોર્પોરેટર પુત્રની હત્યા મામલે પીઆઇ, પીએસઆઇ સહિત 10 પોલીસકર્મી સસ્પેન્ડ

Share to

વડોદરા ભાજપના પુર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમારની હત્યા બાદ આ ઘટનામાં વડોદરા પોલીસ કમિશનર નરસિમ કોમાટે પીઆઇ, પીએસઓિ સહીત 10 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે.પોલીસ કમિશનર દ્વારા અગાઉ આ કેસમાં 2 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં હવે તો કમિશનર દ્વારા સીધા 10 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

જેથી પોલીસ કમિશ્નરના આ આકરા વલણને લઈને પોલીસ બેડામાં પણ હાલ હડકંપ મચી જવા પામ્યો છે.

સાથે જ પોલીસ બેડામાં પણ આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.સસ્પેન્ડ થયેલા પોલીસ કર્મચારીમાં સેક્સડ પીઆઇ કે.એસ.માણીયા, પીએસઆઇ કે.ડી.પરમાર -કારેલીબાગ, એએસઆઇ મનોજ સોમાભાઈ, એએસઆઇ પ્રવીણકુમાર સેતાજી, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદેવભાઈ રમેશભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદિપભાઈ જશવંતભાઈ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઈ ઈશ્વરભાઈ, અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ ખેમાભાઈ, અનાર્મ લોકરક્ષક રાકેશભાઈ નટવરભાઈ, અનાર્મ લોકરક્ષક ભરતભાઈ રણછોડભાઈનો સમાવેશ થાય છે.મહત્વની વાત એ છે કે, આ કેસમાં અગાઉ પણ 2 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા બાદ વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.આપને જણાવી દઈએ કે શહેરના નાગરવાડામાં અગાઉ આરોપી બાબર પઠાણ કે જેણે તપન પરમારની હત્યા કરી હતી તેનો તપન પરમારના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો.

બાબર પઠાણે તપનના મિત્રોને છરીના ઘા મારતા સારવાર માટે સયાજી હોસ્પિટલ લવાયા હતા, જ્યાં તપન સયાજી હોસ્પિટલ બહાર ઊભો હતો ત્યાં બાબર પઠાણ પહોંચી જતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી અને બાબર પઠાણે તપનને છરીના ઘા માર્યા હતા. સમગ્ર મામલે પોલીસે આરોપી બાબર પઠાણને ઝડપી પાડ્યો હતો.ઉલ્લેખનીય છે કે, જે આ હત્યા થઈ હતી ત્યારે ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા અને ભારે વિરોધ થયો હતો.

આરોપી બાબરને ક્રાઈમબ્રાંચની કચેરીએ લઈ જવામાં આવ્યો ત્યારે આરોપીને લઈ જતી વાન પર ટોળાંએ પથ્થરમારો કર્યો હતો. જેમાં આરોપીને મારવા લોકો દોડતા પોલીસ પણ દોડી હતી. પરિણામે તે સમયે પોલીસે મહામુસીબતે સ્થિતિને કાબૂમાં લીધી હતી.


Share to

You may have missed