November 20, 2024

ખેતીમાં નુકસાનનું સવઁ કરીને વળતર ચુકવણીની માંગ કરાઇખેતીમાં નુકસાન બાબતના સવઁમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાએ બાકાત રખાતા ખેડુતોમાં રોષ

Share to



* પુવઁ જીલ્લા ભાજપ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે પ્રભારી-કૃષિ મંત્રીને રજુઆત કરી

તા.૧૬-૧૦-૨૦૨૧ નેત્રંગ

ખેતીમાં નુકસાન બાબતના સવઁમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાએ બાકાત રખાતા ખેડુતોમાં રોષ જણાતા પુવઁ ભાજપ પ્રમુખે સરકારમાં રજુઆત કરી હતી.

પ્રાપ્ત માહિત મુજબ જુન માસમાં ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે મેધરાજાનું ધમાકેદાર આગમન થતાં ખેડૂતોએ હોંશભેર ખેતર ખેડીને સોયાબીન,કપાસ,શેરડી જેવા પાકનું વાવેતર કયુઁ હતું.પરંતુ ત્યારબાદ મેઘરાજા ગાયબ થતાં ખેડુતોના માથે ચિંતાના વાદળો બંધાયા હતા.આ વષઁ ચોમાસું નબળું રહેશે તેવું લાગી રહ્યું હતું.પરંતુ સપ્ટેમ્બર માસમાં એકાએક મેઘરાજા ફરીવાર સક્રિય થતાં સમગ્ર ભરૂચ જીલ્લામાં સપ્ટેમ્બર માસમાં દરમ્યાન ધોધમાર વરસાદ પડ્યો હતો.જેમાં ખેતીમાં વાવણી કરેલ પાકને ભારે નુકશાન પહોંચ્યાના અહેવાલ મળ્યા હતા.

જેમાં ગાંધીનગર ખાતે મળેલ ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરૂચ જીલ્લા વાગરા,હાંસોટ,અંકલેશ્વર,આમોદ,જંબુસર અને ભરૂચ તાલુકામાં વરસાદી પાણીથી થયેલ નુકશાન બાબતે સવઁ કરીને કામગીરી હાથ ધરવા માટે જવાબદાર અધિકારીઓની નિમણુંક કરીને ૨૭ ઓકટોબર સુધી રિપોર્ટ કરવાની કામગીરી સોપવામાં આવી હતી.પરંતુ આ સવઁની કામગીરીમાં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં આવેલા વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાને બાકાત રખાતા ખેડુતોમાં રોષ જણાઇ રહ્યો છે.આ બાબતે ભરૂચ જીલ્લા ભાજપના પુવઁ પ્રમુખ બળવંતસિંહ ગોહિલે જીલ્લા પ્રભારી મંત્રી-કૃષિ મંત્રીને રજુઆત કરીને નુકસાન બાબતની સવઁની કામગીરીમાં વાલીયા,ઝઘડીયા અને નેત્રંગ તાલુકાનો પણ સમાવેશ કરવામાં આવે,અને ખેડુતોને નુકસાની વળતરની ચુકવણી આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed