November 21, 2024

સાવલી તાલુકાના ભાદરવા ગામે દશેરા ના દિવસે ક્ષત્રિય સમાજ દ્વારા શોભાયાત્રા યોજી સમળા પુંજન તથા શસ્ત્ર પુંજન નું આયોજન કરવામાં આવ્યું હતું

Share to


આમતો દશેરા એટલે અસત્ય ઉપર સત્યનો વિજય પણ રાજપૂતો માટે દશેરા એટલે ધર્મ ધરા માન સમ્માન ને બચાવવા માટે હાથમા રહેલ શમશિર અથવા બીજી ભાષામાં કહેવાય તો હથિયાર જેનું વિધિવત રીતે કરવામાં આવતું પૂંજન જે આજરોજ ભાદરવા ગામે દશેરાના દિવસે શસ્ત્ર પુંજન કરવામાં આવ્યું હતું ભાદરવાના હનુમાનજીના મંદિરે થી રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત વસ્ત્ર ધારણ કરી માથે સાફો અને હાથમાં તલવાર જેવા પોશાકમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાનો એ ભાગ લીધો હતો આ શોભાયાત્રા હનુમાનજી ના મંદિરે થી નિકરી ભાદરવાની ભાગોળે સમાપ્ત કરવામાં આવી હતી જ્યાં રાજપૂત સમાજ દ્ધારા શસ્ત્ર પુંજન કરવામાં આવ્યું હતું
ત્યારબાદ રાજપૂત સમાજના નાના નાના ભૂલકાઓએ સાંસ્કૃતિક તથા દેશભક્તિ ઉપર તૈયાર કરેલ થિમે લોકોના આંખોમાં પાણીભરી દીધાહતા

= વિજયસિંહ મહીડા
પ્રમુખ રાજપૂત સમાજ ભાદરવા.
રીપોર્ટ = સુરેન્દ્રસિંહ દેવીસિંહ ચૌહાણ.સાવલી.


Share to

You may have missed