પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સા.ના માદરે વતન લાઠીમાં જરૂરિયાતમંદ પરિવારોને વ્હારે રાજકોટ યુવા અહૅમ સેવા ગ્રુપ..
વાવાઝોડામાં નુકસાન પામેલ પરિવારોને અનેક રીતે સહાય કરવામાં આવી…
*ઝૂપડપટીમા રહેતાં દીન – દુઃખીયારાઓના મુખ પર ખૂશીની લહેર છવાઈ ગઈ હતી.
કોરોના મહામારીમાં મધ્યમ અને મજુર વગૅના લોકોના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે.અધુરામા પુરુ તેમ આવા સમયમાં વાવાઝોડાની એક લહેરે અનેક લોકોના ઘર વેરવિખેર કરી નાખ્યાં.કાચા મકાનના છાપરા ઉડી ગયા.
આવા લોકોની વ્હારે પૂ. ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબે પ્રેરણા કરી.
અહૅમ યુવા સેવા ગૃપ રાજકોટ દ્વારા લાઠીમાં વાવાઝોડામાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં નોધારા બનેલ કુટુંબને ૧૫ દિવસ ચાલે તેટલો ઘઉનો લોટ,ચોખા, ખીચડી,તેલ,ડ્રાયફુટ ,સુકોમેવોસહીત રાશન કીટનુ વિતરણ કરી માનવતાના દશૅન કરાવ્યા હતાં.
અન્નદાનકીટનુ વિતરણ ગુરુ ભક્ત શ્રી દિલીપભાઈ મહેતા તથા ડૉ.શ્રી મહેન્દ્રભાઈ મહેતાની સ્મૃતિમાં તેમના દ્વારા રાજકોટ અહૅમ યુવા સેવા ગ્રુપ સાથે લાઠીના સ્થાનિક જૈન અગ્રણીઓ જોડાયા હતા.
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો