November 19, 2024

નેત્રંગમાં ધોધમાર વરસાદ : ૨૪ કલાકમાં સાડા ત્રણથી ઇંચથી વધુ વરસાદ ગામનાં તલાટીઓને સ્ટેન્ડબાય મોડ પર રહેવા ફરમાન – મામલતદાર

Share to



બલદવા,પીંગોટ ડેમના પાણીના સ્તરમાં ધરખમ વધારો,ધોલી ડેમ ઓવરફ્લૉ

તા.૨૯-૦૯-૨૦૨૧ નેત્રંગ

નેત્રંગમાં તાલુકામા છેલ્લા 32 કલાકમાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સર્વત્ર મેધમહેરથી મોટાં ભાગની નદીઓમાં ઘોડાપુર આવ્યાં હતા. આગામી ત્રણ દિવસોમાં ગુલાબ વાવઝોડાની અસર થતાં નેત્રંગ તાલુકામાં પણ ભારે વરસાદના ખાબક્યો હતો .કોઈ અધટીત ધટના ન બને તેની તકેદારીના ભાગરૂપે નદી કાંઠે વસતા લોકોએ બિનજરુરી નદી કાંઠે જવુ નહીં અને નદી ઓળગવું નહી જેવી સૂચનાની અપાયેલી છે. વધુમાં અકસ્માતની ધટના બનતાં તરત મામલતદાર કચેરીને જાણ કરવાની સૂચના તલાટીઓને આપવામાં આવી આવી હતી. નેત્રંગ તાલુકાનો ઢોલી ડેમ ઓવરફ્લો થયો છે. નેત્રંગ તાલુકામાં છેલ્લા 32 કલાકમાં જ ત્રણ ઇચથી વધુ ગાજવીજ સાથે વરસાદે બેટિંગ કરતાં ધરતીપુત્રોના માથે ચિંતા ના વાદળ ધેરા બન્યાં છે.

જે તે ગામનાં તલાટીઓને સ્ટેન્ડબાય મોડ પર રહેવા ફરમાન જાહેર કરાયું છે. કોઈ અધટીત ધટના બને તો તરત મામલદાર કચેરીને જાણ કરવું અને નદી કાંઠાના સ્થાનિક લોકો બિનજરૂરી નદી કિનારે જવું નહીં.
નેત્રંગ મામલતદાર એલ. આર. ચૌધરી


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed