November 21, 2024

ઝગડીયા તાલુકામાં ચોરો નો ત્રાસ.. ઝઘડિયાની દીવાન ધનજીશાહ હાઇસ્કુલ પાસેથી મોટર સાયકલની ચોરી…ઝગડીયા તાલુકા માં વધતી જતી ચોરી ની ઘટનાઓ તાલુકાનું પોલીસ તંત્ર ઘોર નિંદ્રા માં…

Share to

#દૂરદર્શી ન્યૂઝ


હજુ તો જેસપોર ગામે થી ચોરાયેલી બે ઈકો ગાડી ની હજુ તો સાહી સુકાઈ નથી ત્યાં તો વધુ એક બાઈક ની ધોળા દિવસે લોકો ની હાજરી માં ચોર બાઈક લઈ રફુચક્કર થઈ ગયો હોઈ તેમ જાણવા મળ્યું છે. .

વિગત અનુસાર ઝઘડિયા તાલુકાના લીમોદરા ગામે રહેતા કાલિદાસ ઝવેરભાઇ વસાવા ગત રોજ બપોરના સમયે પોતાની મોટરસાઇકલ નંબર GJ 16 AS 3429 ને દિવાન ધનજીશાહ હાઇસ્કુલ પાસે લોક કર્યા વગર પાર્ક કરી ઝઘડિયા સેવા રૂરલ હોસ્પીટલમાં તેમના પુત્રની વહુની ખબર અંતર પુછવા ગયા હતા , સેવા રૂરલ હોસ્પીટલ માંથી 30 મિનિટ બાદ પરત થયા પછી જોતા મોટર સાયકલ તેઓ એ જ્યા પાર્ક કરી હતી તે સ્થળે ન જોવા મળતા તેઓ એ આજુબાજુ તપાસ કરતા મોટર સાઇકલ મળી આવી ન હતી, મોટર સાઈકલ ના મળતા ઝવેરભાઈ ઘરે જતા રહ્યા હતા અને બીજા દિવસે પણ મોટર સાઇકલની તપાસ કરી હતી જે મળી ન આવતા ઝઘડિયા પોલીસ મથકે મોટર સાયકલ ચોરી થઇ હોવાની ફરિયાદ લખાવી હતી..જયારે તારીખ 26 મી ના રોજ રાત્રી દરમિયાન જેસપોર ખાતે રામરાજ બાબુભાઇ વસાવા ના ઘરે થી પણ તેઓ ના ઘરના પાર્કિંગ માં મુકેલ ઈકો ગાડી ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા તો બીજી બાજુ જાબોલી ના રહેવાસી રામદાસભાઈ ની પણ ઈકો ગાડી ચોરટા ચોરી કરી પ્લાયણ થઈ જતા લોકો ને સુરક્ષા ની ખાત્રી આપતા વહીવટી તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે…ઝગડીયા તાલુકામાં ચોરટા કોઈ નો ખોફ વિના બિન્દાસ ચોરી કરી રાજા ની જેમ ફરી રહ્યા હોઈ ત્યારે પોલીસ ની કામગીરી પર લોકો દ્વારા ચારે તરફ થી ફીટકાર વર્ષી રહ્યો છે..અને સવાલો કરી રહ્યા છે કે લોકો પોતાના વાહનો લઈ બહાર નીકળે છે ત્યારે 20 થી 25 પોલીસ ટી આર બી જવાન અને હોમગાર્ડ ખડકી દેવા માં આવે છે…ત્યારે વાહન ચાલકો ના માસ્ક, લાયસન્સ,સહિત ના પુરાવા ઝીનવટ ભરી રીતે ચેક કરતી પોલીસ હજારો રૂપિયા ના દન્ડ ના મેમાં થમાવી દે છે તો રાત્રી દરમિયાન લોકો ના વાહનો ચોરતા ગુનેગારો ને પકડવા માટે કેમ આટલી ચોકસાઈ નથી દેખાડતી પોલીસ ….? ક્યારે પોલીસ ચોરો ના મેમાં ફાળશે? શુ લોકો ના માલસામાન આમજ લૂંટાતા રહશે? પબ્લિક ની રક્ષા કોણ કરશે?

ત્યારે હવે જોવું એ રહ્યું કે અનેક ચોરી ના ગુના ઓ ને અંજામ આપી રફુચક્કર થઈ જતા ચોરો ને પોલીસ તંત્ર ક્યારે સળિયા પાછળ ધકેલે છે કે પછી ચોર પોલીસ નો આંખ મીંચોલી નો ખેલ આમજ ચાલ્યા કરેછે તે જોવું રહ્યું ……!

રિપોર્ટ બાય / સતીશ વસાવા /દૂરદર્શી ન્યૂઝ ઝગડીયા

#DNSNEWS


Share to

You may have missed