વરસાદી વાતાવરણ અને વરસતા વરસાદમાં અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે કુખ્યાત બુટલેગરે ડમ્પરની આડમાં દારૂ-બિયરનો લાખોનો જથ્થો ઘુસાડવાની પેરવી કરી હતી જોકે LCB એ બુટલેગરના આ મનસૂબા ઉપર પાણી ફેરવી દીધું હતું અંકલેશ્વર તાલુકાના ભરણ ગામે કુખ્યાત બુટલેગર મુકેશ વસાવા નો ડમ્પરમાં લવાયેલો રૂ.7.77 લાખનો દારૂ-બિયરનો જથ્થો LCB એ પકડી પાડ્યો હતો ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મંગળવારે રાતે અંકલેશ્વરમાં પેટ્રોલિંગમાં હતી વરસાદી વાતાવરણ વચ્ચે ડમ્પરમાં દારૂ નો મોટો જથ્થો આવી રહ્યો હોવાની માહિતી મળી હતી જે વેળા ભરણ ગામનો કુખ્યાત બૂટલેગર મુકેશ અર્જુનભાઇ વસાવા ડમ્પરમાં દારૂ નો જથ્થો ઠાલવી રહ્યો હોવાની બાતમીના આધારે એક ટીમ ગામમાં દોડી ગઈ હતી બાતમીના આધારે દરોડો પાડતા પોલીસને જોઈ ડમ્પર મૂકી બુટલેગર અને ડ્રાઈવર ફરાર થઈ ગયા હતા LCB એ ડમ્પરમાંથી દારૂ-બિયરની 6912 બોટલો કિંમત રૂ.7.77 લાખ અને ડમ્પર મળી કુલ 14.77 લાખનો જથ્થો કબ્જે કર્યો હતો સાથે જ વોન્ટેડ બુટલેગર અને ડમ્પર ચાલકની તપાસ હાથ ધરી છે
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.