DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

દેડિયાપાડા નાં પૂર્વ ધારસભ્ય દ્વારા આદિવાસી ભીલી બોલી ભાષા સરકારી પ્રાથમિક શાળા ઓમાં ભણાવવા દાખલ કરવાં તેમજ આદિવાસી સમાજ દ્વારા કરાયેલા આંદોલનો પાઠ્યપુસ્તક માં સામેલ કરવા માંગ કરવામાં આવી.

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા,DNSNEWS

આદિવાસીઓ નો ઈતિહાસ હજી સુધી લોકો સમક્ષ આવ્યા નથી યાતો દબાવામાં આવ્યા છે ::મહેશ વસાવા

ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં અભ્યાસ ક્રમમાં દાખલ કરી આદિવસી ભીલી ભાષામાં વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ :: મહેશ વસાવા,પૂર્વ ધારાસભ્ય ડેડીયાપાડા

ડેડીયાપાડા ના પૂર્વ ધરાસભ્ય મહેશ વસાવા દ્વારા ગુજરાત ના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને એક પત્ર સંબોધી ને લખવામાં આવ્યો છે જેમાં મહેશ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં ઉંમરગામથી અંબાજી સુધી નો પૂર્વ પટ્ટો આદિવાસી સમાજની 80થી 90%વસ્તી આવેલી છે. આદિવાસી ભીલી ભાષા ભીલી ભાષામાં રૂઢિગત ગામ સભાઓ (નિયમો) અધીકારો સીડીયુલ (5) એને પેસા એક્ટ અનુસાર સંવિધાનમાં પ્રાવધાનની જોગવાઈઓ કરવામાં આવી છે. તે પ્રમાણે આદિવાસી ભીલી ભષામાં પાઠ્યપુસ્તકમાં દાખલકરી ભણાવવા માટે હું માંગણી કરી છે..તેમજ ગુજરાતના પાઠ્યપુસ્તકોમાં અભ્યાસ ક્રમમાં દાખલ કરી આદિવાસી ભીલી ભાષામાં વિદ્યાર્થીઓને ભણાવવા જોઈએ આદિવાસી સમાજનો ઘણો ગૌરવવંતો ઈતિહાસ છે.

જેમાં આદિવાસી સમાજનાં લોકોની સંસ્કૃતિ, પ્રકૃતિ, બોલીભાષા એ દેશની આઝાદી માટે હજારો ની સંખ્યામાં પોતાના પ્રાણોની આહુતી આપી છે. એવા ઈતિહાસ હજી સુધી લોકો સમક્ષ આવ્યા નથી યાતો દબાવામાં આવ્યા છે તેમ મહેશ વસાવા જણાવી રહ્યા છે તેમને વધુમાં જનવ્યા અનુસાર ગુજરાત-રાજસ્થાન ની બોર્ડર પર માનગઢ ખાતે ગુરુ ગોવિંદ ની આગેવાની માં હજારો ની સંખ્યમાં આદિવાસી ભેગા થયા હતા ત્યાં અંગ્રેજો દ્વારા ગોળી મારી હજારોની સંખ્યામાં મોત નો ઘાટ ઉતારવામાં આવ્યો હતો, એજ રીતે પાલ દઢવાવ સાબરકાંઠામાં અંગ્રેજો દ્વારા જે લગાન (ટેક્ષ) લગાડવામાં આવતો હતો તેના વિરોધ માં અને અંગ્રેજ હુકુમતના વિરોધમાં મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકઠા થયેલા ભીલ આદિવાસીઓ ઉપર ૭ માર્ચ ૧૯૨૨ના દિવસે ૧૨૦૦ થી વધુ આદિવાસીઓ ની હત્યા કરાઈ તેમજ મહારાષ્ટ્ર ના રાવલાપાણી હત્યા કાંડ આવા અનેકો ચળવળો આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે પરંતું એની બહુ ઝાઝી નોંધ લેવામાં આવી નથી.

આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવતી ચળવળો જેમાં બહારથી આવેલા અંગ્રેજો નો વિરોધ કરી તેઓને સામે થઇ લડત અને ચળવળો ચલાવતા હજારો આદિવાસીઓએ દેશ અને સમાજ માટે બલિદાનો આપેલ છે. તેમજ સંસ્કૃતિ પ્રકૃતિ, જળ, જંગલ, જમીન ને બચાવી રાખવાના પ્રયાસો હંમેશા થી કરતા આવેલ છે. આદિવાસી સમાજનો ઇતિહાસ પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે તેમજ આદિવાસી વિસ્તારોમાં આદિવાસી ભીલી બોલી ભાષામાં ભણાવવામાં આવે એવી ભલામણ પત્ર દ્વારા માજી ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા માંગ કરવામાં આવી છે..

#DNSNEWS


Share to

You may have missed