DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ જોષીપરા સ્થિત નારાયણ આશ્રમનાં મધ્યસ્થ ખંડમાં વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા યોજાયો પરિવાર મિલન કાર્યક્રમ

Share to


“તુ મૈ રક્ત એક” નાં ભાવ સાથે ગ્રામીણથી શહેર સુધી અને શહેર થી વનક્ષેત્ર સુધી સામાજીક સમરસતા વિસ્તરે ત્યારેજ સાચા અર્થમાં એકત્વ ભાવ જન્મે- ચંદ્રકાન્તભાઇ રાવલાણી

જૂનાગઢ તા. ૨૬  ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદનાં જૂનાગઢ એકમ દ્વારા જોષીપરા સ્થિત નારાયણ આશ્રમનાં મધ્યસ્થ ખંડમાં શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ જૂનાગઢ મહાનગરના પરિવાર મિલનના કાર્યક્રમને શ્રી વનવાસી કલ્યાણ પરિષદનાં પુર્ણકાલીન સેવારથી શ્રી ચંદ્રકાન્તભાઇ રાવલાણી અને વનક્ષેત્રમાં વસતા વનબાંધવ પરિવારોની બહેનોનાં જીવનઉન્નમુલન ક્ષેત્રે જીવન સમપિત કાર્ય કરનાર સુશ્રી ગાયત્રીબેન વ્યાસે માં ભારતીની તસ્વીર સમક્ષ દિપ પ્રાગટ્ય કરી પ્રસંગનો પ્રારંભ કરાવ્યો હતો.
         કાર્યક્રમનાં પ્રારંભે વનવાસી પરિવારનાં સૈા સભ્યોએ નીજ ગૌરવ કો નીજ  વૈભવ કો, કયો હિન્દુ બહાદુર ભુલ ગયે…,ઉપદેશ દિયા જો ગીતામે, ક્યો સુનના સુનાના ભૂલ ગયે…, નીજ ગૌરવ કો નીજ  વૈભવ કો.. ગૈારવગાન દ્વારા “તું મેં રક્ત એક” ની વિભાવના વ્યક્ત કરી હતી.
           કાર્યક્રમનાં મુખ્ય મહેમાન જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝનાં મહામંત્રીશ્રી સંજયભાઈ પુરોહિતે વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા થયેલ સત્કાર-સન્માનનાં પ્રતિભાવમાં જણાવ્યુ હતુ કે ”મનુષ્ય અવતાર એટલે વિશ્વની અંદર એક દિવ્ય કાર્ય કરવાનો અવસર”. સમસ્ત જીવ ભગવાનનો અંશ છે. આથી ચિંતકો કહે છે, ”જીવસેવા-માનવસેવા એવ માધવસેવા” જૂનાગઢનાં પ્રબુધ્ધ સેવાભવનાં સમર્પિત વ્યક્તિવિશેષો કે જેમણે કિર્તિ નહીં સેવાને સ્વાકારી છે, તેવા વનવાસી કલ્યાણ પરિષદનાં તમામ સભ્યોએ ભગવત્ તત્વને સર્વત્ર પ્રત્યેક જીવમાં ઉદારભાવે દ્રષ્ટિ કેળવી છે. દરેક જીવ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખી. યથોચિત મદદ કરવાની ભાવના, મનમાં નામ, માન-યાન, સન્માનનો મોહ, લોભ-વિગેરે ન રાખી, નાત-જાત-ધર્મના ભેદભાવ વગર – દરેક જીવની સેવા અને મદદ કરવી એજ સાચા અર્થમાં ઈશ્વરની આરાધના-પ્રાર્થના માને છે. તેવા જૂનાગઢ વાસીઓ પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરૂ છુ
           આ તકે વનવાસી કલ્યાણ પરિષદનાં ચંદ્રકાન્તભાઇ રાવલાણીએ બૈાધ્ધિક ચિંતનાત્મક વાત કરતા જણાવ્યુ હતુ કે આપત્તિમાં મદદ કરવી, દુ:ખને હળવું કરવામાં ઉપયોગી થવું. આપણો ધર્મ કહે છે, ”સેવા કરવાથી પુણ્ય મળે છે? પરંતુ પુણ્ય મળે કે ના મળે પણ પશ્ચાતાપ કે નુકશાન થતું નથી. સેવા લેનારને ફાયદો થાય કે ન થાય, પરંતુ સેવા કરનારને અલોકિક આનંદ-ઈશ્વરી કાર્ય કર્યાનો આત્મસંતોષ થાય છે. આજ સેવાની ફળશ્રૃતી છે.”
           વનક્ષેત્રનાં બહેનોનાં સામાજીક ઉત્કર્ષ માટે જીવન સમર્પિત સુશ્રી ગાયત્રીબેન વ્યાસે બહેનોને સંબોધતા જણાવ્યુ હતુ કે  ”સેવા ધર્મ, પરમ ગહન: આનો અર્થ સેવા કરવાનું કામ બહુ જ કઠિન છે. સેવા કરનારે પોતાની જાતને રજકણથી પણ અલ્પ ગણવાની છે. કર્તાપણાના ભાવને છોડવાનો છે. હૃદયને ક્ષમાશીલ અને ઉદાર બનાવી સેવાનો ભાવ કેળવવાનો છે. આપણા સમાજમાં અનેક સંતો જેમ કે, જ્ઞાાનદેવ, તુકારામ, જલારામ બાપા, રણછોડદાસજી બાપુ, ભોજલરામબાપા, ડાયારામ, વાલમ,સેવાદાસ, આપાગીગા, મીરાબાઈ – જેવા અનેક મહાનુભાવોએ પોતાના સુખનો ત્યાગ કરી, માનવ જાતની સેવા કરી. જીવનને ધન્ય બનાવ્યું, આપણે પણ પથોચિત સમાજ ઉપયોગી સેવા કરી, આપણા જીવનને સાર્થક કરીએ.
  કાર્યક્રમનાં પ્રારંભે જૂનાગઢ વનવાસી કલ્યાણ એકમનાં જિલ્લાધ્યક્ષ ડો. પ્રવિણભાઇ સોજીત્રાએ અતિથીઓ અને આમંત્રીત સૈાને શબ્દસુમનથી આવકારી વનવાસી ક્ષેત્રમાં વનબાંધવોનાં જીવન ઉત્કર્ષ માટે થઇ રહેલ પ્રવૃતિઓની વિગતો આપી હતી. ડો. મુકેશ પાનસુરીયાએ વનક્ષેત્રમાં પ્રતિવર્ષ હાથ ધરવામાં આવતા ચિકીત્સા શિબીરની વિસ્તૃત વિગતો રજુ કરી હતી. આ તકે ડો. મહેન્દ્ર તારપરાએ ધનસંગ્રહ અભિયાન અને નિધીપાત્રોની વિગતો આપી હતી.
       આમંત્રિત મહેમાનો, સેવાકાર્યનાં દાતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની ગરીમા વધારી હતી. કેસરિયા ગૌશાળાના યુવાનોએ કાર્યક્રમને સફળ બનાવવામાં જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમમાં અનુભવ કથન ઉપરાંત જુદા જુદા વિષય રજૂ વનવાી કલ્યાણ પરિષદનાં કાર્યકર્તાઓએ “તું મૈં રક્ત એક” ની વિભાવનાં પ્રસ્તુત કરી સામાજીક સમરસતા ગ્રામીણ વિસ્તારથી શહેર સુધી અને શહેર થી વનક્ષેત્ર સુધી વિસ્તરે ત્યારેજ સાચા અર્થમાં એકત્વ ભાવ જન્મે છે. શ્રી ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ સામાજિક, આર્થિક અને ધાર્મિક પ્રવૃતિઓ દ્વારા વનવાસી સમાજના વિકાસ અને ભાવ જાગરણનાં ધ્યેય સાથે ચલો જલાયેં દીપ વહાં, જહાં અભી ભી અંઘેરા હૈ ના ભાવ સાથે  છેલ્લા ત્રણ દશકથી કાર્યરત છે.તેમ જણાવ્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન ડો. હરેશભાઇએ સંભાળ્યુ હતુ.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed