જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેષ જાજાડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ અસામાજીક તત્વો તથા ગે.કા. પ્રવૃતી કરતા ઇસમો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરી લોકોમાં સુરક્ષા અને સલામતીનો અહેસાસ થાય તે સારૂ કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય.
જુનાગઢ “એ” ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં રહેતો રાજુ બાવજીભાઈ સોલંકી રહે, પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ વાળાએ ટોળકી બનાવી પોતાની આગેવાની હેઠળ જૂનાગઢ શહેર વિસ્તારમાં ગંભીર પ્રકારના ગુનાઓ જેમાં ખુનની કોશીષ, ખંડણી, લુંટ, અપહરણ, હથિયાર ધારા, ઇજા, ખાનગી મિલ્કતને નુકશાન જેવા ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરી ગુનાઓ આચરતા હોય, અને ટોળકી દ્વારા ગુનાહિત પ્રવૃતિ સતત ચાલુ રાખી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરતા હોય, જેથી આ અંગે જુનાગઢ “પ્રે” ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ કાઇમ (G.C.T.O.C.) એકટ- કલમ મુજબનો ગુન્હો ગઇ તારીખ ૦૩/૦૮/૨૦૨૪ ના રોજ દાખલ થયેલ હતો. અને આ ગુન્હાની તપાસ શ્રી ડી.વી.કોડીયાતર, નાયબ પોલીસ અધિક્ષક, માંગરોળ વિભાગ, માંગરોળ નાઓ ચલાવી રહ્યા છે.
આ ગુન્હાના કામે અગાઉ આરોપીઓ (૧) રાજુ બાવજીભાઇ સોલંકી રહે, પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ, (૨) જયેશ ઉર્ફે જવો બાવજીભાઇ સોલકી રહે પ્રદિપના ખાડીયા વિસ્તાર, જૂનાગઢ (૩) દેવ રાજુભાઇ સોલંકી, રહે. પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ, (૪) યોગેશ કાળાભાઇ બગડા, રહે. પ્રદિપના ખાડિયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ તથા (૫) સંજય ઉર્ફે ચંદુ રાજુભાઇ સોલંકી, રહે. પ્રદિપના ખાડીયા વિસ્તાર, વીર મેઘમાયાનગર, જૂનાગઢ વાળાઓને અટક કરેલ હતા.
તેમજ ઉપરોકત ગુન્હાની તપાસ હાલ ચાલુ છે. અને આ કામની તપાસ દરમ્યાન (૧) હંસાબેન વા/ઓ રાજુભાઈ બાવજીભાઈ સોલંકી રહે.જુનાગઢ પ્રદીપ ખાડીયા તથા (૨) નશરૂદીન ઉર્ફે નશરો ડાડો ગફારભાઈ મજગુલ રહે.જુનાગઢ દોલતપરા વાળાઓ સંગઠીત ગુના આચરતી ટોળકી organized Crime Syndicate” માં સંડોવાયેલ હોવાનુ તપાસ દરમ્યાન ખુલવા પામેલ હોય જેથી બંન્ને આરોપીઓને આજરોજ તારીખ ૨૦/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરવામાં આવેલ છે.
અટક કરેલ આરોપીઓ- હંસાબેન વા/ઓ રાજુભાઈ બાવજીભાઇ સોલંકી જુનાગઢ પ્રદીપ ખાડીયા નશરૂદીન ઉર્ફે નશરો ડાડો ગફારભાઈ મજગુલ જુનાગઢ દોલતપરા
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી