પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૯-૧૦-૨૪
નેત્રંગ પોલીસ દ્રારા મકાન ભાડુઆત સંબંધીત જાહેરનામાનો ભંગ કરનાર કેટલાક મકાન માલિકો વિરૂધ્ધ ગુના દાખલ કરવાની કામગીરી હાથ ધરી છે.
નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઇ આર,સી,વસાવા. ની સુચનાથી જાહેરનામાનો ભંગ કરનાર મકાન માલિકો સામે કાર્યવાહી કરવામા આવી રહી છે. નેત્રંગ પોલીસની ટીમે વિવિધ ગામો તપાસ હાથ ધરી હતી, જેમાં નોધણી વિના અન્યને મકાન અને દુકાન ભાડે આપેલા હોઈ તેવા મકાન અને દુકાન માલિક સામે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
જાહેરનામાનો ભંગ બાબતે હાલમાં નેત્રંગ પોલીસ થકી તપાસ ચાલી રહી છે. પ્રથમ રાઉન્ડમાં ત્રણ મકાન માલિકોએ ભાડુઆતની નોંધ પોલીસમાં કરાવી ન હતી, આ મકાન દુકાન માલિકોમાં જયોતીબેન યોગેશભાઈ વસાવા રહે થવા તા.નેત્રંગ રાજેશભાઈ દેવલાભાઈ વસાવા રહે વાંકોલ તા.નેત્રંગ બાબુભાઈ નોળીયાભાઈ વસાવા રહે કાંટીપાડા તા.નેત્રંગ વિરૂધ્ધ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય બહારના ઈસમો નેત્રંગ તાલુકાના ગામે-ગામ સ્થાનિક ભોળા આદિવાસીઓ મકાન માલિકો પાસેથી ઉચા ભાડા આપી મકાનોમા દુકાનો ખોલી દેશી દારૂમા વપરાતા બે નંબરી ગોળના ધંધાથી લઈને અન્ય બે નંબરી ધંધાઓ દુકાનોની આડમા કરતા હોય છે.અને તે પૈકી કેટલાક ઈસમો દ્રારા ગુનાહિત પ્રવૃતિને અંજામ આપવામાં આવતો હોવાની દહેશત રહેલી હોય છે.
જેને લઈને જીલ્લા મેજિસ્ટ્રેટ દ્રારા બહાર પડાયેલ જાહેરનામા મુજબ મકાન દુકાન માલિકોએ પોતાના મકાનો દુકાનો ભાડે આપતા પહેલા સ્થાનિક પોલીસમાં આ બાબતે નોધ કરાવવાની હોય છે.
નેત્રંગ પોલીસ દ્રારા નેત્રંગ નગર સહિત તાલુકાના ગામે-ગામ જાહેરનામા ભંગ બાબતે કડક હાથે કામગીરી હાથ ધારવામા આવે તેવુ સથાનિકોમા ચચાઁઇ રહ્યુ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.
એકબીજાને સમજતા થઇએ, સમજતા થઇશું તો સમજાવવાનો તબક્કો જ નહીં આવે- ડો. મતાઉદ્દીન ચિશ્તી