પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૧૯-૧૦-૨૪.
નેત્રંગ પોલીસ સ્ટેશનના પીઆઇ આર,સી,વસાવાની સુચનાથી જમાદાર રાજેશભાઈ ગવલીયાભાઈ વસાવા તેમજ પોલીસ સ્ટાફ થવા આઉટ પોસ્ટ ખાતે વાહન ચેકિંગમા હતા. તે સમય દરમિયાન ડેડીયાપાડા તરફથી જીજે ૧૬ ડીજે ૦૭૩૦ નંબરનુ મોપેડ લઈ એક ઈસમ આવી રહ્યો હતો, જેને હાથ ઉચો કરી મોપેડ ઉભુ રાખવાનુ જણાવતા પોલીસને ચકમો આપી મોપેડ લઈ ભાંગી જતા તે ફલવાડી ચોકડી થી કુંડ જવાના રસ્તે જતો હોય,જેનો પીછો કરાતા ગાલીબા હાઈસ્કૂલ પાસે ચારે તરફથી કોર્ડન કરી તેને ઝડપીલઇ તેનુ નામ પુછતા પ્રવિણ પરસોતમ ત્રિકમ વસાવા રહે નવીવસાહત કંબોડીયા જણાવેલ ડીંકી ની તલાસી લેતા ઈગલીંશ દારૂના કોટરીયા નંગ ૨૫ જેની કિંમત રૂપિયા ૩૭૫૦/= સદર ઈસમ વિરૃધ્ધ પોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર