.*દૂરદર્શી ન્યૂઝ સુરત માંડવી.*
સુરતના માંડવી નગર માં રહેતા એક સંતાનના પિતાએ 16 વર્ષની તરૂણીને જાતીય માંગણી કરી મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરી પરેશાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે પોકસો એક્ટ અને છેડતીનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
માંડવી નગરમાં પ્રિતેશ ઉર્ફે પપ્પુ ધનસુખ શાહ પરિવાર સાથે રહે છે અને એક બાળકનો પિતા છે. પ્રિતેશ શાહ રાજકીય આગેવાનો સાથે ઘરાબો ધરાવે છે. પ્રિતેશ શાહે 16 વર્ષની તરૂણીને જાતીય સતામણી અને માંગણી કરી મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કર્યા હતાં. પ્રિતેશ શાહના જાતીય માંગણી સાથે કરેલા બિભત્સ મેસેજ તરુણીની માતા જોઈ ગઇ હતી અને તેઓએ પોતાના પતિને સમગ્ર બાબતથી વાકેફ કર્યા હતા. જેને લઇને પરિવાર તરુણીને લઇને માંડવી પોલીસમાં પહોંચતા પીઆઈ જે.જી. મોડે મોબાઈલ ફોન ઉપર બિભત્સ મેસેજ કરનાર પ્રિતેશ ઉર્ફે પપ્પુ શાહ વિરૂદ્ધ પોકસો એક્ટ હેઠળ જાતીય માંગણી અને છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હાલ પોલીસે આ ગુનાના આરોપી પ્રિતેશ શાહની ધરપકડ કરી છે. હિન્દુત્વ સંગઠનનો ઝંડો લઈને ફરતા પ્રિતેશ શાહે કરેલ કૃત્યને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
More Stories
ઝઘડિયા તાલુકાના રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ઈસમોને ઘરે વીજ કનેક્શનની ચકાસણી
જુનાગઢ ખમધ્રોલ ગામના લીસ્ટેડ બુલેટગેર હિરેન કારિયાના ગેર કાયદેસર કારખાનાના બાંધકામ ઉપર પોલીસે બુલડોઝર ફેરવ્યું
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી સળગી ગયેલ હાલતમાં માનવ કંકાલ મળતા ચકચાર