November 7, 2024

ખરાબ રોડ રસ્તાઓના કારણે લોકોને પડતી હાલાકી નું નિવારણ લાવવા ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશવસાવા નો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ને પત્ર…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWSનેત્રંગ ઝગડીયા સહિત ના તાલુકાઓમાં ખરાબ રોડ રસ્તા ને લઈ ડિલિવરી એકસીડન્ટ ના ઇમરજન્સી સેવાઓ માં ખખડધજ રસ્તાઓના કારણે વિલંબ થઈ રહ્યો છે…મહેશ વસાવા ભરૂચ જિલ્લા ના આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા રાષ્ટ્રીય તેમજ ગ્રામીણ વિસ્તારો ના રોડ રસ્તા અત્યંત બિસ્માર બની જતા ડેડીયાપાડા ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા પત્ર માં જણાવવામાં આવ્યું હતું કે ઝઘડીયા તાલુકાના ધારોલી, ભોજપુર, બાંડાબેડા, દમલાઈ, અમલઝર, આમોદ થઈ રાજપારડી ની જોડતા મુખ્ય રસ્તો સાથે જ નેત્રંગ થી રાજપારડી ને જોડતો રસ્તો એકદમખખડધજ હાલતમાં થઈ જવા પામ્યો છે જેના કારણે રોજબરોજ અપડાઉન કરતા સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ, કામદારો, તેમજ ઈમરજન્સી કેશો, ડિલિવરી,એકસીડન્ટ કે અન્ય પ્રકારની માંદગીઓમાં સમયસર ઇમરજન્સી સેવાઓ માં ખખડધજ રોડ રસ્તાઓના કારણે વિલંબ થઈ રહ્યો છે જેના કારણે કેટલીક વખત દર્દીઓને સારવાર પહોંચાડવામાં વિલંબ થઈ રહ્યો છે ઇમરજન્સી માં ગ્રામ્ય વિસ્તારો માંસમયસર એમ્બ્યુલ્સ સહિત અન્ય જરૂરી સુવિધાઓ પોહચી નથી રહી જેના પરિણામ સ્વરૂપ કેટલાક લોકો ના જીવ સહિત કોઈક પરિવારો ને માઠા પરિણામ ભોગવવું પડી રહ્યું છે તેવી જ રીતે અંકલેશ્વર થી નેત્રંગને જોડતો મુખ્ય ધોરીમાર્ગ પણ એકદમ ખખડધજ હાલતમાં થઈ જવા પામ્યો છે જેના કારણે રોજ બરોજ કામ અર્થે અપડાઉન કરનારા તેમજ ઈમરજન્સી સેવાઓને પહોંચી વળવામાં વિલંબ થઈ રહ્યો છે આ માર્ગ પણ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે બાઈક ચાલકો ને રોડ ઉપર થી ઊડતી ધૂળ ની ડમરીઓ થી હાલત કફોડી બની જવા પામી છે ખખડધજ રસ્તાઓના કારણે લોકો દ્વારા અમને અવારનવાર આ બાબતોનો ધ્યાને લઇ લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પરંતુ આ બાબતે તંત્ર ગોકળગતિ એ કામગીરી કરાવી રહી છે જેથી લોકો ને મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે..જેથી આ તમામ રસ્તાઓને સમયસર બનાવડાવી લોકોને પડતી સમસ્યાઓનું નિરાકરણ લાવવા મહેશ વસાવા દ્વારા મુખ્યમંત્રી ને પત્ર લખવામાં આવ્યો છે…


Share to

You may have missed