December 5, 2024

રાજપીપળા-રામગઢ વચ્ચે આવેલો”ભ્રષ્ટાચારનો બ્રિજ” ફરી એક વાર લંગડો થઈ જતા બંધ કરાયો

Share to

ઈકરામ મલેક:રાજપીપળા

વર્ષ 2020 માં રૂપિયા અગિયાર કરોડ ના ખર્ચે તૈયાર થયેલો રાજપીપલા-રામગઢ વચ્ચે નો બ્રિજ શરૂઆત થીજ નબળી કામગીરીને કારણે વિવાદો મા રહ્યો હતો, ત્યારે બ્રિજ બન્યાના માત્ર 13 જ મહિનામાં બ્રિજ નો વચ્ચેનો એક સ્લેબ બેસી જતા ભ્રષ્ટાચાર અને ખાયકી ની લોકોની ધારણા સાચી પડી હતી. ત્યારથી લઈ ને આજ દિન સુધી આ બ્રિજ સતત ખોડંગાતો રહ્યો છે અને છાસવારે સમારકામ ના નામે અવર-જવર બંધ કરવી પડે છે.

આ અગાઉ બે વખત સમારકામ ને નામે લાંબા સમય સુધી આ બ્રિજને બંધ રાખવાની ફરજ પડી ચુકી છે, સુરતની રોયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્જીનીયરિંગ નામની કંપની દ્વારા આ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનું માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સી.કે.સોની દ્વારા પત્રકારો સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું છે. હાલ આ બ્રિજ ઉપરથી માત્ર ટુ વહીલર વાહનો સિવાય તમામ વાહનોની અવર જવર પ્રતિબંધીત કરાઈ છે.

જેના કારણે 10 થી 15 જેટલા ગામના લોકો પ્રભાવિત થયા છે અને આ કારણે તેમને 6 કિલોમીટર જેટલું વધારાનો ફેરો ફરવો પડતો હોય ને સમય અને પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, રોજિંદી મજુરી કામે અને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ભારે અગવડ પડી રહી છે. મજાની વાત એ છે કે કોઈ પણ નેતા આ બ્રિજ નું ઉદ્ઘાટન કરવા હિંમત કરી આગળ આવ્યું ન હતું, ત્યારે એનું કારણ હવે લોકોને સમજાય રહ્યું છે.

હાલ આ બ્રિજના પાયામાં તિરાડો પડી જવાના કારણે આ બ્રિજ ભયજનક સ્થિતિમાં મુકાઈ ગયો છે, 3 ઓક્ટોબર ના રોજ ગાંધીનગર થી આવેલી એક ટિમ દ્વારા આ લંગડા બ્રિજનું સર્વે કરવામાં આવ્યું હતું, અને ડ્રોન દ્વારા પણ વિડિઓ ગ્રાફી કરી તેઓ લઈ ગયા છે, ત્યારે કેટલાક સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબ આ બ્રિજ ને તોડી પાડી નવો બ્રિજ બનાવવો પડે એવું ચર્ચાઈ રહ્યું છે.


Share to

You may have missed