DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ શહેર તથા જિલ્લામાં નવરાત્રી તહેવાર દરમ્યાન ટ્રાફીક નિયમન” ડ્રાઇવની જૂનાગઢ પોલીસની કાર્યવહી

Share to


જૂનાગઢ માં ઉજવવામાં આવેલ નવરાત્રી તહેવાર અનુસંધાને કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિવિધ ટ્રાફીક પોઈન્ટ તેમજ શહેરના અલગ-અલગ રસ્તાઓ તથા તાલુકા લેવલ પર ટ્રાફીક પોઈન્ટ પર નવરાત્રી તહેવાર દરમ્યાન ટ્રાફીક ને લગતા કોઈ બનાવ બનવા ન પામે તે સારૂ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના અન્વયે પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શનમાં જૂનાગઢ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફીક નિયમન અંગેની મેગા ડ્રાઇવની કામગીરી તા.૦૮/૧૦/૨૦૨૪ ૪.૧૮/૦૦ થી નવરાત્રી પુર્ણ ન થાય ત્યાં સુધી સૂચના કરવામાં આવેલ છે.

જે અન્વયે જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના કેસ, ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ, કાળા કાચ, નંબર પ્લેટ વિનાના વાહન, જી.પી.એક્ટ-૧૧૦ મુજબ તથા ટ્રાફીક ને લગત અન્ય હેડ કલમની કામગીરી કરવા જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રી હિતેષ ધાંધલ્યા, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠકકર નાઓ તથા માંગરોળ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.વી.કોડીયાતર નાઓ દ્વારા તેઓના કાર્યક્ષેત્ર હેઠળના પો.સ્ટે.નાં થાણા અધિકારીશ્રીઓ દ્વારા અલગ અલગ પોલીસ અધિકારી/કર્મચારીઓની ટીમો બનાવી બ્રેથ એનાલાઇઝીંગ તથા પોકેટકોપ મોબાઇલ, અને બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી કામગીરી હાથ ધરવામાં આવેલ

જૂનાગઢ જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવરાત્રી તહેવાર અન્વયે “મેગા ટ્રાફીક નિયમન” ડ્રાઇવની કામગીરી હાથ ધરવામાં આવેલ અને નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.

આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન નિર્દોષ અને સામાન્ય માણસોને પરેશાની ન થાય તેની તકેદારી રાખવામાં આવેલ હતી. માત્ર શંકાસ્પદ ઇસમો, અસામાજિક તત્વો અને ગુનેગારો તથા કાયદાનું ઉલ્લંધન કરનાર વિરૂદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લાના નાગરીકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ કટીબધ્ધ છે.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed