જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._
જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇ પણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે._
શહેરના અતિ વ્યસ્ત વિસ્તાર એવા સરદાર ચોક, જીમખાના પાસે જાહેર રસ્તા ઉપર રૂ. ૫૦૦ ની રકમની નોટનુ બંડલ એક મહિલાની થેલીમાંથી તેમના ધ્યાન વિના પડતુ હોય અને મહિલા પોતે પેસેન્જર વાહનમાં બેસી જતા રહેલ અને બાદમાં આજુ બાજુના લોકો આ ૫૦૦ રૂપીયાની નોટો લઇ અને નાસી ગયેલ.*_
નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની ટીમ દ્રારા સેવા એ જ ધર્મ”* છે તે સિધ્ધાંતના આધાર માની આ બાબતની પણ ગંભીરતા સમજી અને જરા પણ વિલંબ કર્યા વિના* અને કોઇ અરજદાર અરજી કરે તે પહેલા* સામેથી આ રૂપીયા આપણા પોતાના પડી ગ્યા હોય તો? આપણી પરીસ્થીતી કેવી થાય?* તેવુ વિચારી નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા તાત્કાલીક ૨ ટીમો બનાવી બારીકાઇથી સીસીટીવી કેમેરા એનાલીસીસ કરેલ અને અંતે કુલ ૧૦ લોકો આ રોકડ રૂપીયા પોતાને જેટલા હાથ લાગ્યા તે લઇ જતા રહેલનુ શોધી કાઢેલ.*_
_આ ૧૦ લોકો પૈકી ૪ રીક્ષા ચાલકો હોય, ૩ મહિલા પેસેન્જર વાહનની રાહમાં ઉભેલ હોય, તેમજ ૨ વ્યક્તિ પોતાના વાહન માલીક વાળા હોય અને ૧ રાહદારી ચાલીને જતા હોય તે તમામને ફ્ક્ત ૩ કલાકમાં સંપર્ક કરી અને રૂ. ૫૦૦ ના મુલ્યની ૨૦ નોટો કુલ ૧૦,૦૦૦/- રોકડ રકમ નેત્રમ શાખાએ રીકવર કરેલ.*_
_બીજી તરફ જે મહિલાની થેલીમાંથી રૂપીયા પડી ગયેલ છે તેવી કોઇ પોલીસ સ્ટેશન ખાતે અરજી આવેલ છે કે કેમ તેવી પણ તપાસ કરવામાં આવેલ. પરંતુ મહિલાને તેમના રૂપીયા થેલીમાંથી પડી ગયેલ તે હજુ સુધી ખ્યાલ જ ના હતો._
નેત્રમ શાખાની ટીમ દ્રારા જે મહિલાના રૂપીયા પડી ગયેલ હતા તે મહિલાને શોધી તેમને રૂપીયા પરત પહોંચાડવા માટે તે મહિલા ક્યાંથી આવેલ? અને ક્યા ગયેલ? તે બાબતે સમગ્ર રૂટ ચેક કરતા જાણવા મળેલ કે તે મહિલા સરદાર ચોકથી એક ઇકો વાહનમાં બેસેલ, અને તે ઇકો વાહનના નંબર GJ 11 CL 0639 શોધી લીધેલ અને ઇકો વાહન ચાલકનો સંપર્ક કરી અને પૂછપરછ કરતા જણાવેલ કે આ મહિલા તેમના ઇકો વાહનમાં પેસેન્જર તરીકે બેઠેલ અને વિસાવદર બસ સ્ટેન્ડ ખાતે ઉતારેલ છે.*_
આ મહિલાને તેમના રૂપીયા પરત આપવા જ છે તેવા દ્રઢ સંકલ્પ સાથે પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્રારા જહેમત ઉઠાવેલ અને તે દરમ્યાન પી.એસ.આઇ. પી.એચ.મશરૂ દ્રારા વિસાવદર પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી આર.એસ.પટેલને આ મહિલાનો ફોટો વોટ્સએપમાં મોકલી વિગતવાર સંપૂર્ણ માહિતી જણાવતા વિસાવદર પોલીસ દ્રારા આ મહિલા સગુનાબેન પંકજભાઇ રીબડીયા વિસાવદરમાં રહેતા હોવાનુ શોધેલ._
વિસાવદર પી.આઇ. શ્રી આર.એસ.પટેલ અને તેમની ટીમ દ્રારા સગુનાબેન રીબડીયા અને તેમના પતી શ્રી પંકજભાઇ રીબડીયાને આ ફોટો બતાવી આ મહિલા સગુનાબેન હોવાનુ વેરીફાય કરેલ અને પોતાના રૂપીયા પડી ગયાનુ અને નેત્રમ શાખા ખાતે જૂનાગઢ ખાતે જવાનુ જણાવેલ._
સગુનાબેન રીબડીયા અને તેમના પતી શ્રી પંકજભાઇ રીબડીયા જૂનાગઢ નેત્રમ શાખા ખાતે આવતા જણાવેલ કે તેમને ખ્યાલ જ નથી કે આ ૫૦૦ ના દરની કુલ ૨૦ ચલણી નોટો થેલામાંથી ક્યારે પડી ગયેલ? અને ઘરે પણ આ થેલો તપાસેલ નહી જેથી આજે જ્યારે પોલીસે સામેથી અમોને શોધી અને જણાવેલ કે તેમના આ રૂપીયા પડી ગયેલ ત્યારે અમોને ખ્યાલ આવેલ._
_વધુમાં શ્રી પંકજભાઇ રીબડીયાએ જણાવેલ કે તેઓ ખેતી કામ કરતા હોય અને મહેનત મજુરી કરી આ રૂપીયા પરસેવાની કમાણીના હોય. ૧૦,૦૦૦/- રૂપીયા તેમના માટે ઘણી મોટી રકમ હોય જેથી જો પોલીસે અમોને સામેથી સંપર્ક ના કરેલ હોત તો આ રોકડ રૂપીયા અમો કેવી રીતે શોધવા જાત? રૂપીયા ક્યાં પડી ગયા તે જ ખબર ના હતી તો ફરીયાદ પણ કોને અને કેવી રીતે કરવી? તે પણ મોટો પ્રશ્ન હતો._
જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા જે ૧૦ લોકો ૫૦૦ ના દરની ૨૦ ચલણી નોટો વેરાયેલ હતી અને જેટલી નોટો જેમને મળેલ તે લઇને ગયેલ તે તમામને ગણતરીની કલાકોમાં શોધી પોલીસની ભાષામાં પૂછપરછ કરેલ અને તેમને સીસીટીવી વીડીયો બતાવતા શરમમાં મુકાયેલ. તમામને પોલીસ દ્રારા ઠપકો આપેલ અને હવેથી કોઇની મળેલ વસ્તુ જે તે વ્યક્તિને પરત કરવા અથવા નજીકના પો.સ્ટે. આપી જવા કડક શબ્દોમાં સમજ કરેલ._
જૂનાગઢ પોલીસની નેત્રમ શાખા દ્રારા નિસ્વાર્થ રીતે ફક્ત “સેવા એ જ ધર્મના” સુત્રને માની* અને સગુનાબેન રીબડીયાના રૂ. ૧૦,૦૦૦/- રોકડ રકમ પડી ગયાનુ શોધી જે લઇ ગયેલ તેમની પાસેથી રીકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી* સગુનાબેન પ્રભાવિત થઈ ગયેલ* અને જણાવેલ કે પોતે અરજી કરેલ ના હતી કે પોતાને કોઇ પણ જાણ ના હતી કે પોતાના ૧૦,૦૦૦/- જેટલી મોટી રકમ ક્યાંય ખોવાય ગઇ* અને પોતે કોઇ પેસેન્જર વાહનમાં વિસાવદર થી જૂનાગઢ આવી વિસાવદર પરત થઇ ગયેલ અને સામેથી નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા ફોન કરી જણાવેલ કે તમારા ૧૦,૦૦૦/- રોકડ રૂપીયા જૂનગાઢ સરદાર ચોક ખાતે પડી ગયેલ હતા આવી અને લઇ જાવ એ હકીકત હતી પરંતુ અમારા માટે એક સ્વપ્ન સમાન હતી* અને નેત્રમ શાખાના પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો…._
💫 _જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને* અભિનંદન આપેલ હતા. આમ, નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સગુનાબેન રીબડીયાના રૂ. ૧૦,૦૦૦/- રોકડ* તાત્કાલીક શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.._
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
_નેત્રમ શાખા:-* પી.એસ.આઇ શ્રી પી.એચ.મશરૂ સાહેબ, પો.કોન્સ. વિજયભાઇ છૈયા,
પો.કોન્સ. રૂપલબેન છૈયા, પો.કોન્સ. શિલ્પાબેન કટારીયા_
_વિસાવદર પો.સ્ટે.:-* પો.ઇન્સ. શ્રી આર.એસ.પટેલ સાહેબ તથા તમામ પોલીસ સ્ટાફ_
_શહેર ટ્રાફિક શાખા:-* ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ શૈલેષ વાઢેર_
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં સોશ્યોલોજી એન્ડ સોશ્યલવર્ક વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
નેત્રંગ-રાજપારડી રોડ પર આવેલ ભોટનગર પાસેથી પસાર થઈ રહેલ ચંદીગઢ પારસીંગની બે ટ્રકોનેGST વિભાગે ઝડપી લેતા.
જૂનાગઢના ખડિયા ગામે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી .દ્વાર આયુર્વેદિક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો