November 19, 2024

ભારતીય કિસાન સંઘ દ્રારા ખેડુતોની વિવિધ માંગણીઓ ને લઈ ને ભરૂચ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ

Share to

ભરૂચ જીલ્લા ભારતીય કિસાન સંઘના કિશોરસિંહ વાંસદીયા,ભીખુભાઈ પટેલ,નગીનભાઈ પટેલ,કેયુરભાઈ પટેલ તેમજ સમગ્ર જીલ્લા માંથી સંધના હોદેદારોએ જીલ્લના ખેડુતોની વિવિધ માંગણીઓ સંદર્ભે રાજ્ય ના મુખ્ય મંત્રીને સંબોધીને જીલ્લા કલેક્ટર તેમજ ભરૂચ જીલ્લા પંચાયત પ્રમુખ ને આવેદનપત્ર પાઠવેલ છે. જેમા જણાવ્યા મુજબ સરકાર સોયાબીન,તુવેર,અમદાવાદ,ડાંગર વિગેરે પાકોના ટેકાના ભાવ જાહેર કરીને ખરીદવાની જાહેરાત કરી છે,પરંતુ ભારે વરસાદ કારણે તમામ પાકો જ બળીને ખાખ થઈ ગયેલ છે,
માટે નવરાત્રી બાદ નવી ખેતી ( શિયાળુ ) માટે બીયારણ,ખાતર,દવા અન્ય બાબતોમાં સહાય જાહેર કરવી.
અતિશય વરસાદ ના કારણે તમામ પ્રકાર ની ખેતી નિષ્ફળ જવાથી ખેડુતો લોન ભરી શકે તેમ નથી, તો ત્રણ લાખ સુધીની મયૉદામાં ખેડુતોનુ પાક ધિરાણ ( કોપલોન ) માફ થવી જોઈએ. લીલા દુકાળ ની જાહેરાત કરી ચોમાસુ ખેતી નિષ્ફળ જતા આથિઁક સહાય પેકેજ વહેલી ટકે જાહેર કરવામા આવે. બીજી અન્ય માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર પાઠવામા આવ્યુ છે. પ્રતિનિધિ મંડળે જીલ્લા ખેતી વાડી અધિકારી સાથે ખેડુતોની સમસ્યાને લઈ ને ચર્ચા કરી હતી.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed