December 3, 2024

જૂનાગઢના ભેસાણ તાલુકાના સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ નવી ધારી ગુંદાળી ગામ ખાતે  નેશનલ કક્ષાની રંગોત્સવ સેલિબ્રેશન  સ્પર્ધાનું આયોજન કરવામાં

Share to

ભેસાણ તાલુકાના નવી ધારી ગુંદારી ગામની સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની શાળાના 140 વિદ્યાર્થી ઓએ ભાગ લીધો હતો જે અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે કાર્ટૂન મેકિંગ હેન્ડરાઇટિંગ કલરિંગ માં ભાગ લીધો હતો કે જેનું પરિણામ આવતા અમારી શાળાના 140 વિદ્યાર્થી માંથી 24 વિદ્યાર્થી નેશનલ કક્ષાએ પસંદગી પામ્યા છે તેમાં દુધાત જૈનમ સ્કૂલ ફર્સ્ટ આવીને ટ્રોફી એનાયત કરવામાં આવી છે તેમજ 10 વિદ્યાર્થી ગોલ્ડ મેડલ આઠ વિદ્યાર્થી ને સિલ્વર મેડલ ચાર વિદ્યાર્થીને બ્રોન્સ મેડલ તેમજ એક વિદ્યાર્થીને સરપ્રાઈઝ ગિફ્ટ મેળવીને સંસ્થાનું ગૌરવ વધાર્યું છે ભેસાણ તાલુકા માંથી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાંથી અમારી આ સંસ્થા એક જ કલા વિભૂષણનો નેશનલ એવોર્ડ પણ પ્રાપ્ત કરેલ છે જે આ અમારી માટે ખૂબ જ આનંદની વાત છે તેમજ પ્રગતિના શિખરો સર કરી અમારી સંસ્થા આગળ વધી રહી છે આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી શીતલબેન વાલાણી તેમજ ભાવેશભાઈ સાગઠીયા ને તમામ સ્ટાફના સહકારથી આ સ્પર્ધાની માટે સરદાર પટેલ શૈક્ષણિક સંકુલના રુણી રહેશે તેમ જ તારીખ 5 10 24 શનિવારના રોજ બહોળા પ્રમાણમાં વાલી સંમેલનનું વાલી સંમેલનનું ખુબ સરસ આયોજન કરીને આ બાળકો કે જે નેશનલ ટ્રોફી એવોર્ડ તેમજ મેડલ જીતીને આવ્યા છે તેને તેમજ બાકીના વિદ્યાર્થીઓને નેશનલ પ્રમાણપત્ર આપીને વાલીની સાક્ષી એ જ પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા ઉપરાંત વાલી મિટિંગમાં સંસ્થાના સ્થાપક વેલજી દાદા સંસ્થાના ટ્રષ્ટિ શ્રી ભાવેશભાઈ ત્રાપસીયા ની ઉપસ્થિતિ રહી હતી તેમજ આ વાલી મિટિંગમાં વેલજી દાદા દીપકભાઈ તેમજ ભાવેશભાઈ ત્રાપસીયા દ્વારા વાલીઓને બાળકોના જીવન ઘડતર અને સંસ્કારોને કેવી રીતે ઘડતર કરવું તેનું પણ યોગ્ય માર્ગદર્શન આપીને વાલીઓને પ્રભાવિત કર્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed