November 19, 2024

*  ગેરકાયદેસર દબાણો ઉપર ભુપેન્દ્ર પટેલની સરકારનું બુલડોઝર ફળી વળ્યું * નેત્રંગમાં અત્યારસુધીનું સૌથી મોટું દબાણ હટાવાની કડકહાથની કામગીરીથી ખળભરાટ * દબાણ હટાવાની કામગીરીના વિરોધમાં ચકલું પણ ફળક્યું નહીં

Share to

તા.૦૫-૧૦-૨૦૨૪ નેત્રંગ.

નેત્રંગ ચારરસ્તા ઉપરથી અંબાજી-ઉમરગામ અને અંકલેશ્વર-બુરહાનપુર બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતાં હોવાથી રાત-દિવસ વાહનવ્યવહાર ધમધમતો રહેતો હોવાથી નેત્રંગ ચારરસ્તા ઉપર સતત ભારે ટ્રાફિકજામ રહે છે.તેનું મુખ્ય કારણ નેત્રંગમાં ગેરકાયદેસર દબાણો હતા.છેલ્લા કેટલાક દિવસોથી દબાણો ખસેડવા માટે નેશનલ-સ્ટેટ હાઇવે ઓથોરીટી અને જવાબદાર વિભાગના અધિકારીઓએ નેત્રંગ ચારરસ્તાથી માંડવી રોડ ઉપર આવેલ ગ્રા.પંચાયત બાગ સુધી,નેત્રંગ ચારરસ્તાથી લાલમંટોડી સુધી,નેત્રંગ ચારરસ્તાથી કોસ્યાકોલાના નાળા સુધી,નેત્રંગ ચારરસ્તાથી ગેસ્ટહાઉસ સુધી અને નેત્રંગ ભાવના પાનથી ગ્રા.પંચાયત કચેરી સુધીના દબાણો હટાવા માટેની ગ્રામજનોને નોટીસ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે,૫ ઓક્ટોબરના રોજ વહેલી સવારથી નેશનલ-સ્ટેટ હાઇવેના અધિકારીઓ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર દબાણ હટાવાની કામગીરી શરૂ કરાતાં ભારે ચહલપહલ મચી જવા પામી હતી.દુકાનદારો-ઘરની આગળ બનાવેલ પતરાના શેડ,શાકભાજી-નાસ્તાની લારીઓ અને ગેરકાયદેસર બાંધકામને તોડીને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું.કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પીઆઇ ૪,પીએસઆઇ ૬ અને ૨૫૦ વધુ પો.કમઁચારી તૈનાત કરી દેવામાં આવ્યા હતા.દબાણ હટાવાની કામગીરીના વિરોધમાં ચકલું પણ ફળક્યું નહતું.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed