DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

આજરોજ સવારના સાડા અગીયાર વાગ્યે અયોધ્યાનગરમાં છ ચોર આવ્યા જે બાબતના ખોટા મેસેજ તથા અફવાઓ વાયરલ થવા બાબત

Share to

આજરોજ સવારના સાડા અગીયાર વાગ્યે છ ઇસમો કે જે પોતે સાધુ બાવા હોય અને ભીક્ષા માંગીને ખાય પોતે પોતાનુ ગુજરાન ચલાવતા હોય જે અયોધ્યાનગર ભરૂચ મુકામે પોતે ગયેલ હતા અને ઘરે-ઘરે ફરી ભીક્ષા માંગતા હતા. તે દરમ્યાન સોસાયટીના રહીશોએ તેઓને અટકાવેલ હતા. અને સોસાયટી માંથી જતા રહેવા જણાવેલ હતું જે બાબતે સોસાયટીના સ્થાનીક રહીશો સાથે આ સાધુઓને સામાન્ય ઘર્ષણ તથા બોલાચાલી તથા ઝપાઝપી થયેલ હતી. જે બાબતની જાણ થતા તાત્કાલીલ પોલીસ ઘટના સ્થળે પહોચી જઇ બન્ને પક્ષોને પોલીસ સ્ટેશન લાવી બન્ને પક્ષે અરજી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઉપરોક્ત છ સાધુ બાવા કોઇ ચોર ઇસમો નથી કે તેમની પાસે થી કોઇ પણ ગુનાહીત સાધન સામગ્રી મળી આવેલ નથી. અને પોતે સુતરટેકા આશ્રમ હરીપરા, ગોવર્ધન જીલ્લો મથુરા આશ્રમથી આવેલ છે અને ધર્મ જાગુણ સંસ્થાથી સંકળાયેલા છે.

જેથી, ભરૂચ પોલીસ તરફથી જાગૃત જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇ પણ પ્રકારના ફેક ન્યુઝ તથા અફવાઓ વાયરલ કરવી નહી અને જે પણ આવા ફેક ન્યુઝ વાયરલ કરશે અથવા ફોરવર્ડ કરશે તેઓના વિરૂધ્ધ ઇન્ફોઇર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


Share to

You may have missed