November 26, 2024

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતનો ગ્લોબલ ગરબો મન મૂકીને ઘુમ્યો

Share to

રાષ્ટ્રીય એકતા માટે ગરબા
મારી રેવાને કાંઠે શક્તિ પર્વનો ઢોલ વાગે છે. . .

એકતા નગરના આંગણે સરદાર સરોવર ડેમ વ્યુ પોઇન્ટ-૧ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ અને SOUADTGA ઓથોરિટી સંયુક્ત ઉપક્રમે બે દિવસીય એકતા ગરબાનું પ્રથમવાર સુંદર આયોજન

—–
સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓશ્રી ઉદિત અગ્રવાલ અને વિવિધ વિભાગના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને ખેલૈયાઓ સહપરિવાર સાથે અંબેમાની આરતી ઉતારી ઉત્સાહભેર સહભાગી થયા

—–
રાજપીપલા,રવિવારઃ- ગુજરાતનો ગ્લોબલ ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે. નવરાત્રિ પર્વ આવે એટલે ખેલૈયામાં નવું જોશ ઉત્સાહ, ઉમંગ, આનંદ છલકાઈ જાય છે. મા નવદુર્ગાના આરાધના પર્વ એવા નવરાત્રિ શક્તિ પર્વની ઉજવણીમાં અબાલવૃદ્ધ-યુવાઓ સૌ ભક્તિભાવ સાથે આસ્થા શ્રદ્ધાપૂર્વક જોડાય છે અને અંબે માની આરતી ઉતારી મન મૂકીને ગરબે ઘૂમે છે. નવ દિવસ સમગ્ર રાજ્યમાં નવલા નોરતાની શક્તિ પર્વને ધામધૂમથી ઉજવે છે. તેમાં ગુજરાત સરકાર પણ સક્રિય રીતે સહભાગી થઈને આ લોક ઉત્સવને હર્ષભેર વધાવે છે.

વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર ખાતે પણ ગુજરાતનો ગ્લોબલ ગરબો શુભ નવરાત્રિ શક્તિ પર્વ-૨૦૨૪ની ઉજવણી પ્રથમવાર ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી તેમજ ગુજરાત સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં તા.૫ અને ૬ ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ પાસે વ્યુપોઇન્ટ-૧ ખાતે નર્મદા જિલ્લામાં ગઈકાલે એસઓયુના સીઈઓ શ્રી ઉદિત અગ્રવાલ દ્વારા જગતજનની માં અંબાની છબી સમક્ષ માંડવડીમાં આરતી ઉતારી આ ગરબાની શરૂઆત કરવામાં આવી હતી, આ એકતા ગરબા મહોત્સવ જેની થીમ “રાષ્ટ્રીય એકતા માટે ગરબા” રાખવામાં આવી હતી. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાઅ કર્મયોગીઓએ એકતા નાઅ સંદેશ આપતા પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા આ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ, યુવાનો, મહિલાઓ સહપરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં જોડાયા હતાં.

રાષ્ટ્રીય એકતા માટે એકતા ગરબાની થીમ પર ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌને માટે નિશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ચુનંદા કલાકારો-ગાયકો, લાઈટ એન્ડ સાઉન્ડ સિસ્ટમ, મંડપ, માંડવડી તેમજ વિશાળ ચોકમાં સૌ ખેલૈયાઓ અને યુવાનો, મહિલાઓ, બાળકો, એસઓયુના કર્મચારીઓ તથા આસપાસ વિસ્તારના લોકો પણ મન મૂકીને ગરબે ઘુમ્યા હતા. ટેન્ટ સીટી-૨ ખાતેના ટ્રાયબલ કલાકારો પણ ગરબે પરંપરાગત વેશભૂષામાં ઘુમ્યા હતા. તેમને અલ્પાહાર અને મોબાઇલ ટોયલેટ, એમ્બ્યુલન્સ તેમજ ચા-નાસ્તાના સ્ટોલ જેવી તમામ સુવિધાઓ આ સ્થળ ઉપલબ્ધ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફેસબુક પેજ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવ્યુ હતુ અને કેમેરા ફોટોગ્રાફી તેમજ રોશનીથી મંડપને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો હતો તેમજ સરદાર સરોવર ડેમ ઉપર ત્રિરંગા લાઈટથી સમગ્ર ડેમ નર્મદા મૈયાના ખળખળ વહેતા જળ અને રોડ-રસ્તા ઉપર લાઈટની રોશનીથી ઝળહળી ઉઠ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવામાં એસઓયુનાં એડિશનલ કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા, નાયબ કલેક્ટરશ્રી પંકજ વલવાઇ, દર્શક વિઠલાણી, અભિષેક સિન્હા, કાર્યપાલક ઇજનેર રાકેશ રાવલ અને સમગ્ર ટીમ તથા ટુરીઝમ ના અધિકારી દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષકશ્રી અગ્નિશ્વર વ્યાસ, વિભાગીય પોલીસ અધિકારીશ્રી સંજય શર્મા, સીઆઇએસએફના ડેપ્યુટી કમાન્ડન્ટ અભિષેક શાહુ, નાયબ કલેકટર (પ્રોટોકોલ) એન.એફ.વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને એસઓયુના સ્ટાફ સહપરિવાર સાથે ગરબાની રમઝટને માણી હતી અને મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં. તેમજ સૌએ પોતપોતાના મોબાઇલમાં સેલ્ફી લઇને ગરબાની રમઝટને કેદ કરી હતી.


Share to

You may have missed