November 19, 2024

માત્ર નવમાસના સમય ગાળામા જ વનવિભાગની કચેરીથી લઈ ને ગાંધીબજાર અમરેશ્વ મહાદેવ મંદિર સુધી રૂપિયા ૨૦ લાખની લાગત બનેલા રોડ રસ્તાની બદતર હાલત થતા.

Share to

નેત્રંગ ગ્રામપંચાયતના વોર્ડ નં ૭ના મહિલા સભ્યે રાજીનામુ આપતા ચકચાર.

પ્રતિનિધિ દ્રારા નેત્રંગ. તા.૨૬-૦૯-૨૦૨૪

નેત્રંગ ગ્રામપંચાયત થકી ૧૫મા નાણાપંચ માંથી વનવિભાગ ની કચેરીથી લઈ ને ગાંધીબજાર ખાતે આવેલ અમરેશ્વ મહાદેવ મંદિર સુધી ચાર તબક્કામા સીસી રસ્તાનુ કામ ડિસેમ્બર ૨૩મા કરવામા આવેલ છે. માત્ર નવમાસના સમય ગાળામા જ આ રોડ પરથી રેતી,કપચી અલગ પડવા માંડતા સ્થાનિક રહીશો હેરાનપરેશાન થઇ તોબા પોકારી ઉઠ્યા છે.

જેને લઇ ને રહીશોના વોર્ડ નંબર સાતના સભ્ય દક્ષાબેન સ્નેહલભાઇ વસાવાને રજુઆત કરતા, દક્ષાબેન વસાવાએ ગ્રામપંચાયતની સામાન્ય સભામા તેમજ ગામ સભામા, અને વારંવાર મૌખિકમા રજુઆત કરવા છતા આ બાબતનુ નિરાકરણ નહિ આવતા.

તેમજ આગામી દિવસોમા નવરાત્રિનો નવ દિવસ નો તહેવાર આવી રહ્યો છે. ત્યારે ગાંધીબજાર ખાતે માંઇ મંડળ ખાતે પરંપરાગત શૈલી થી જેમ કે માતાજીના ગરબા ખૈલયાઓ પગરખા વગર ગરબા રમતા હોય છે. તેવા સંજોગોમા તકલાદી બનેલા આ સીસી રસ્તા ઉપર નકરી કપચી રોડપર હોવાથી ગરબા રમનાર ખૈલયાઓને માટે નડતર રૂપ હોય જેને લઇ ને સ્થાનિક રહીશો થકી આજે ગ્રામપંચાયત ખાતે વોડઁ નંબર સાતના મહિલા સભ્ય દક્ષાબેન સાથે જઈને તલાટી કમ મંત્રી હેલીબેન ચૌધરીને આવેદનપત્ર ની સાથે સાથે તેઓએ વોડઁ સભ્યે પદેથી રાજીનામુ આપી દેતા ચકચાર મચી જવા પામી છે.
સ્થાનિક રહીશોએ આવેદનપત્ર ની કોપી તાલુકા વિકાસ અધિકારી નેત્રંગ.જીલ્લા વિકાસ અધિકારી ભરૂચ કરી યોગ્ય ઘટતુ કરવાની તેમજ તપાસ ની માંગ કરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed