October 12, 2024

જુનાગઢ  વિનય ઇન્ડસ્ટ્રીઝની કૃષિમંત્રીએ શુભેચ્છા મુલાકાત લીધી સોરઠ ને ઔદ્યોગિક ક્ષેત્રે વિકસિત બનાવવા માટે સરકારની જોઈતી મદદ આપવા ખાતરી આપી

Share to

જુનાગઢ ના ધોરાજી રોડ ઉપર આવેલ વિનય ઇન્ડસ્ટ્રીઝ ખાતે આજે ગુજરાત રાજ્યના કેબિનેટ કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને ઔદ્યોગિક ક્ષેત્ર અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી
આ તકે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને વિનય ઇન્ડસ્ટ્રીઝના એમ.ડી. વિજયભાઈ દોમડીયા એ રાઘવજીભાઈ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓએ ઉધોગોલક્ષી પ્રશ્નો સાંભળીને તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી તેમજ સોરઠને ઉદ્યોગ ક્ષેત્રે વિકસિત બનાવવા માટે સરકારની જોઈતી મદદ આપવા ખાતરી આપી હતી. કૃષિ મંત્રીની સાથે સમૂહ લગ્નના પ્રણેતા અને સામાજિક અગ્રણી હરસુખભાઈ વઘાસીયા પણ સાથે રહ્યા હતા.
આ તકે અગ્રણી બિલ્ડર નરોતમભાઈ વઘાસિયા , ઇશ્વરભાઇ ઠાકુર , કેતનભાઇ ધોણીયા સહિત આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to